રાજસ્થાનની ACBએ EDના અધિકારીની જ ધરપકડ કરી લીધી, લગાવ્યો આ આરોપ

PC: aajtak.in

રાજસ્થાનમાં ગત દિવસોમાં એનફોરસેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાના આવાસો પર છાપેમારી કરી હતી. એ સિવાય મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને FERA સાથે જોડાયેલા કેસમાં પૂછપરછ કરી હતી. હવે રાજસ્થાન ACBએ EDના એક અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તપાસ એજન્સીના અધિકારી પર આરોપ છે કે તેમણે વચેટિયાના માધ્યમથી 17 લાખ રૂપિયાની લાંચ માગી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ, EDના અધિકારી નવલ કિશોર મીણા પર આરોપ છે કે તેમણે એક વચેટિયાના માધ્યમથી 17 લાખ રૂપિયાની લાંચ માગી છે, ત્યારબાદ રાજસ્થાન સરકારની તપાસ એજન્સીએ કેન્દ્રીય એજન્સીના અધિકારીની ધરપકડ કરી છે. ACB દ્વારા ED અધિકારીની આવકથી વધુ સંપત્તિના કેસમાં ટ્રેપ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સાથે જોડાયેલી જગ્યાઓ પર છાપેમારી કરી અને અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. નવલ કિશોર મીણા એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં EOના રૂપમાં કામ કરી રહ્યા હતા.

નવલ કિશોર પર આરોપ છે કે ચિટફંડ સાથે જોડાયેલા એક કેસને બંધ કરવા અને સંપત્તિ સીઝ ન કરવા અને ધરપકડથી બચવા માટે 17 લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી, ત્યારબાદ 15 લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી. આ મામલે ACB તરફથી નિવેદન જાહેર કરીને બતાવવામાં આવ્યું કે, ‘EDના અધિકારી નવલ કિશોર મીણા અને તેમના સહયોગી બાબુલાલ મીણાની ખૈરથલ તિજારા જિલ્લાના મૂંડાવરમાં ફરિયાદી પાસે 15 લાખ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરવામાં આવી છે.

ACBના અતિરિક્ત મહાનિર્દેશક હેમંત પ્રિયદર્શીએ જણાવ્યું કે, ACBની જયપુર નગર તૃતીય એકાઈને ફરિયાદ કરવામાં આવી હતી કે, ED ઇમ્ફાલમાં નોંધાયેલા ચિટફંડમાં કેસને નિપટાવવા, પ્રોપર્ટી અટેચ ન કરવા અને ધરપકડ ન કરવાના બદલામાં ઇમ્ફાલ સબ ઝોન કાર્યાલયના EO નવલ કિશોર મીણા દ્વારા 17 લાખ રૂપિયાની લાંચની રકમ માગવામાં આવી હતી. ત્યારબાદ 15 લાખ રૂપિયા લાંચ લેતા ધરપકડ કરવામાં આવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp