પ્રેમી-પ્રેમિકાએ મરજીથી કરેલા શારીરિક સંબંધ રેપ ન ગણાય, હાઇકોર્ટની ટિપ્પણી

PC: hindi.news18.com

બળાત્કારના એક કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે કરેલી ટિપ્પણીને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, હાઈકોર્ટે કહ્યું છે કે પ્રેમ પ્રકરણ દરમિયાન શારીરિક સંબંધોને બળાત્કાર તરીકે ગણી શકાય નહીં, પછી ભલે ને કોઈપણ કારણોસર લગ્ન ન કરવામાં આવ્યા હોય. આવા જ એક કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે બળાત્કારના આરોપી સામે ચાલી રહેલા કેસને રદ કર્યો હતો. જસ્ટિસ અનીશ કુમાર ગુપ્તાની સિંગલ બેન્ચે આ નિર્ણય આપ્યો છે.

આ મામલો ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લાનો છે. જ્યાં એક યુવતીએ તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ નોંધાવ્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે, તે બંને 2008માં તેની બહેનના લગ્ન દરમિયાન ગોરખપુરમાં મળ્યા હતા. આ પછી, છોકરાએ તેના પરિવારની સંમતિથી છોકરીના ઘરે આવવાનું શરૂ કર્યું. બંને વચ્ચે શારીરિક સંબંધો બંધાયા હતા, પરંતુ ત્યાર પછી છોકરાએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.

હકીકત એવી છે કે, પીડિતા દ્વારા દાખલ કરાયેલી અરજીમાં IPCની 376, 504, 506 હેઠળ કેસ નોંધાયો હતો. કેસમાં FIR મુજબ ટૂંકી હકીકતો એ હતી કે, પીડિતા અને આરોપી એક સંબંધીના લગ્નમાં મળ્યા હતા. ત્યારપછી બંને વચ્ચે સંબંધ શરૂ થયો. પીડિતાના પરિવારજનોએ સંબંધને સમર્થન આપ્યું હતું. પીડિતાના પરિવારજનોએ પૈસાની વ્યવસ્થા કરીને આરોપીને સાઉદી અરેબિયા મોકલી દીધો હતો. જોકે, જ્યારે આરોપી પાછો ફર્યો અને પીડિતાના પરિવારે તેને પીડિતા સાથે લગ્ન કરવાનું કહ્યું ત્યારે તેણે ના પાડી દીધી. તેથી, પીડિતાએ આરોપ લગાવ્યો કે આરોપીએ તેની મરજી વિરુદ્ધ લગ્નના વચન હેઠળ 2008 થી 2018 દરમિયાન તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા.

જ્યારે આ મામલો કોર્ટમાં આવ્યો ત્યારે છોકરાના વકીલે કહ્યું કે, જે સમયે બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા તે સમયે છોકરી પુખ્તવયની હતી અને આ સબંધ તે બંનેની સહમતિથી થયા હતા. યુવતીએ પોતાની મરજીથી સંબંધ બાંધ્યો હતો અને જ્યારે છોકરા દ્વારા કોઈ કારણોસર લગ્ન કરવાનો ઇનકાર કરવામાં આવ્યો ત્યારે છોકરી દ્વારા કેસ દાખલ કરવો એ ખોટું છે. આ પછી કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને પોલીસની ચાર્જશીટ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે, બળાત્કારનો ગુનો ત્યારે રચાય છે, જ્યારે સ્ત્રીની ઇચ્છા વિરુદ્ધ અને તેની સંમતિ વિના જાતીય સંભોગ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp