
પશ્ચિમ બંગાળના કોલકાતાથી એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. અહીં કોલકાતા એરપોર્ટ પર ગુટખાના પેકેટ્સ દ્વારા કસ્ટમ વિભાગને છેતરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો, જે નિષ્ફળ સાબિત થઇ ગયો છે. કસ્ટમ વિભાગે તસ્કરને પકડી લીધો છે. 40 હજાર ડૉલર એટલે કે 32 લાખ કરતાથી વધુ રૂપિયા ભારતથી સ્મગલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હતો. કસ્ટમ વિભાગે વ્યક્તિને એરપોર્ટ પર જ પકડી લીધો છે. હવે તેની સાથે જોડાયેલો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો છે.
વાયરલ વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે, એરપોર્ટ પર ડબ્બામાં રાખવામાં આવેલા પાઉચને એક-એક કરીને ખોલવામાં આવી રહ્યા છે અને તેમાંથી ડૉલર નીકળી રહ્યા છે. આ ડૉલર્સને ગુટખાના પાઉચમાં છુપાવીને દેશ બહાર લઇ જવામાં આવી રહ્યા હતા. કસ્ટમ વિભાગે ગુટખાના પાઉચોમાંથી 40 હજાર ડૉલર જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ સિક્યૉરિટીને છેતરવા માટે ગુટખાના પાઉચમાં ડોલર સાથે જ ગુટખા પણ રાખવામાં આવ્યા હતા. જેથી કોઇને શંકા ન જાય.
Acting on intelligence #AIUofficers intercepted a pax scheduled to depart to Bangkok on 08.01.23 after immigration formalities. Search of his checked-in baggage resulted in recovery of US $40O00 (worth ₹3278000) concealed inside Gutkha pouches @cbic_india @PIBKolkata @DDBanglaTV pic.twitter.com/DpxSCL5S3w
— Kolkata Customs (@kolkata_customs) January 9, 2023
પાઉચ ખોલવામાં આવતા આ બાબતે ખબર પડી હતી. રિપોર્ટ્સ મુજબ, કોલકાતા એરપોર્ટ પર ગુટખાના પેકેટ્સમાં 40 હજાર ડૉલર સાથે પકડાયેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેને થાઇલેન્ડના બેંકોક શહેર લઇ જવામાં આવી રહ્યા હતા. કસ્ટમ વિભાગની ટીમ વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. ગુટખાના પેકેટથી ડૉલર કાઢવાનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ તેના પર મજેદાર રીએક્શન આપી રહ્યા છે. વાયરલ વીડિયો પર રીએક્શન આપતા ગૌતમ નામના યુઝરે લખ્યું કે, ગજબ. તેની સાથે જ તેણે હસતી ઇમોજી પણ કમેન્ટ કરી.
તો અન્ય એક યુઝર બાબાએ વીડિયો પર કમેન્ટ કરતા લખ્યું કે, કોઇ કાનપુરિયાના હશે. લોકો આ વીડિયો પર મજાની કમેન્ટ કરી રહ્યા છે. કસ્ટમ વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ટેલિજેન્સની જાણકારી પર કાર્યવાહી કરતા AIU અધિકારીઓએ ઔપચારિકતા બાદ 8 જાન્યુઆરી 2023ના રોજ બેંકોક જવા માટે નિર્ધારિત એક પેકને રોક્યું. તેને ચેક ઇન બેગેજની તપાસમાં પરિણામ સ્વરૂપ ગુટખા પાઉચની અંદર છુપાવવામાં આવેલા 40 હજાર ડૉલર (કિંમત 327,780,00 રૂપિયા) જપ્ત કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp