'ધોળા દિવસે અંગ્રેજી શીખો' પોસ્ટર લગાવનાર થયો આટલા રૂપિયા દંડ

PC: thelallantop.com

મધ્યપ્રદેશના બુરહાનપુરમાં દારૂની દુકાન પાસે એક વિચિત્ર પોસ્ટર આ દિવસોમાં ચર્ચામાં આવેલું છે. ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે, દારૂની દુકાનના માલિકે એક બેનર ચોંટાડ્યું હતું, જેમાં લખ્યું હતું કે 'ધોળા દિવસે અંગ્રેજી બોલતા શીખો'. દુકાનના પ્રચાર માટે લગાવવામાં આવેલ આ પોસ્ટર સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયું હતું. આ પછી જિલ્લા કલેક્ટરે દુકાન માલિક સામે કડક કાર્યવાહી કરી છે.

બુરહાનપુરમાં દારૂની દુકાન પાસે પોસ્ટ કરવામાં આવેલ એક પોસ્ટર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. અહીં અંગ્રેજી શીખવા માટે ચોંટાડેલા પોસ્ટર પર દુકાનનો રસ્તો બતાવવામાં આવ્યો છે. પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે 'ધોળા દિવસે અંગ્રેજી બોલતા શીખો', આ પછી 'કોન્ટ્રાક્ટ' લખવામાં આવ્યું છે અને તીરનું નિશાન બનાવીને રસ્તો બતાવવામાં આવ્યો છે. શિક્ષણને દારૂ સાથે જોડીને આવી ક્રૂર મજાક કરવા બદલ કોન્ટ્રાક્ટ માલિક સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અંગ્રેજી શરાબની દુકાન પાસે એક વિચિત્ર પોસ્ટર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. આ પોસ્ટર જોઈને પસાર થતા લોકો ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ ભારે મુંઝવણમાં મુકાઈ ગયા છે. જ્યારે દારૂની દુકાનના કર્મચારીઓને પૂછવામાં આવ્યું કે, આ પોસ્ટર કોણે લગાવ્યું છે, તો તેઓ પણ જવાબ આપવાનું ટાળતા હતા અને કોઈ જવાબ આપતા ન હતા.

સ્થાનિક કોલેજના વિદ્યાર્થી સિદ્ધાર્થ કુમારે આ પોસ્ટરની ખૂબ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ પોસ્ટર જોવાથી વિદ્યાર્થીઓ પર નકારાત્મક અસર પડશે. આ સિવાય અન્ય વિદ્યાર્થીઓએ પણ આ પોસ્ટરની ટીકા કરી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું કે, આ પોસ્ટર અહીંથી હટાવી દેવુ જોઈએ અને જેણે પણ આવું પોસ્ટર લગાવ્યું છે, તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

વિદ્યાર્થીઓએ કહ્યું કે, આ પોસ્ટરને જોઈને એવું લાગે છે કે, ગ્રાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે દારૂની દુકાનના સંચાલક આ પોસ્ટર દ્વારા કહેવા માંગે છે કે, દારૂ પીધા પછી કોઈ પણ વ્યક્તિ અચકાયા વગર અંગ્રેજી બોલી શકે છે. યુવાનો અને વિદ્યાર્થીઓ પર આની નકારાત્મક અસર પડશે. આ પોસ્ટરને પહેલી નજરે જોયા પછી એવું લાગે છે કે, આ કોઈ સ્પોકન ઈંગ્લિશ કોચિંગ સેન્ટરનું પોસ્ટર છે. આવા પોસ્ટર લગાવવા એ શિક્ષણની ક્રૂર મજાક છે.

જ્યારે જિલ્લા કલેક્ટર ભવ્યા મિત્તલને આ પોસ્ટર વિશે માહિતી મળી, ત્યારે તેમણે તાત્કાલિક આબકારી વિભાગને આ પોસ્ટર દૂર કરવા અને પોસ્ટર લગાવનાર વ્યક્તિ સામે પગલાં લેવા સૂચના આપી. જિલ્લા આબકારી અધિકારી વિરેન્દ્ર ધાકડને સૂચના આપ્યા પછી દારૂના કોન્ટ્રાક્ટરને રૂ.10 હજારનો દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp