સાઉથના ફિલ્મસ્ટાર વિજયકાંતનું નિધન, કોરોના પોઝિટિવ થયા બાદ હૉસ્પિટલમાં હતા
એક્ટર, રાજનેતા અને દેશિય મુરપોક્કુ દ્રવિડ કઝાગમ (DMDK) પ્રમુખ કેપ્ટન વિજયકાંતનું નિધન થઈ ગયું છે. 71 વર્ષીય વિજયકાંતનું આખું નામ નારાયણન વિજયરાજ અલગરસ્વામી હતું. પાર્ટીના જણાવ્યા મુજબ, તેમનો કોરોના પરીક્ષણમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં પરેશાની થવાના કારણે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. મંગળવારે DMDKએ કહ્યું હતું કે, તેમને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.
તેમણા જણાવ્યું હતું કે, વિજયકાંત સ્વસ્થ છે અને પરીક્ષણ બાદ ઘરે આવતા રહેશે. જો કે, આજે પાર્ટીએ કહ્યું કે, તેમનો કોરોના પરીક્ષણનો રિપોર્ટ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેઓ વેન્ટિલેટર સ્પોર્ટ પર છે કેમ કે તેમને શ્વાસ લેવામાં પરેશાની આવી રહી છે. જે MIOT હૉસ્પિટલમાં વિજયકાંત દાખલ હતા તેણે તેમના મેડિકલ બુલેટિન નિધનની પુષ્ટિ કરતા જણાવ્યું કે, ‘ન્યૂમોનિયાના કારણે ભરતી થયા બાદ કેપ્ટન વિજયકાંત વેન્ટિલેટર સપોર્ટ પર હતા, મેડિકલ સ્ટાફના સર્વોત્તમ પ્રયાસ છતા 28 ડિસેમ્બર 2023ની સવારે તેમનું નિધન થઈ ગયું છે.’
We have lost a gem. A man with a golden heart. A man who truly deserved a lot more. Our beloved Captain, our Vijaykanth. Sir, hope you are finally at peace. Deepest condolences to his family, fans and devoted party workers.
— KhushbuSundar (@khushsundar) December 28, 2023
Om Shanthi. 🙏🙏🙏😭😭😭😭
#RIPVijaykanth… pic.twitter.com/TugRlIrkO8
ભાજપ નેતા ખુશ્બુ સુંદરે X પર પોસ્ટ કરતા કહ્યું કે, ‘આપણે એક રત્ન ગુમાવી દીધો છે. ગોલ્ડન હાર્ટવાળા વ્યક્તિ, જે વાસ્તવમાં ખૂબ હક્કદાર હાતી. આપણાં વ્હાલા કેપ્ટન, આપણાં વિજયકાંત, સર. તમારી આત્માને શાંતિ મળે. તેમના પરિવાર, પ્રશંસકો અને સમર્પિત પાર્ટી કાર્યકર્તાઓ પ્રત્યે ગાઢ સંવેદના. ૐ શાંતિ.’
Extremely saddened by the passing away of Thiru Vijayakanth Ji. A legend of the Tamil film world, his charismatic performances captured the hearts of millions. As a political leader, he was deeply committed to public service, leaving a lasting impact on Tamil Nadu’s political… pic.twitter.com/di0ZUfUVWo
— Narendra Modi (@narendramodi) December 28, 2023
તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિજયકાંતના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે વિજયકાંતને જનહિતમાં સમર્પિત રહેનારા નેતા બતાવ્યા છે. તેમણ કહ્યું કે, તેનાથી તામિલનાડુની રાજનીતિમાં એક મોટું સ્થાન ખાલી થઈ જશે.
— Vijayakant (@iVijayakant) December 28, 2023
DMDK પ્રમુખ 20 નવેમ્બરે હૉસ્પિટલમાં દાખલ થયા હતા અને આ જ મહિને હૉસ્પિટલથી ઘરે ફર્યા હતા. શ્વાસની બીમારીના કારણે વિજયકાંતની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. વિજયકાંતની ફિલ્મી જર્ની શાનદાર રહી અને તેમને ઘણી હિટ ફિલ્મો આપી અને 154 ફિલ્મોમાં એક્ટિંગ કરી. તેઓ તામિલ સિનેમામાં વર્ષ 1980 અને 1990ના દશકમાં મોટું નામ રહ્યા. ફિલ્મો બાદ તેઓ રાજનીતિમાં આવી ગયા.
તેમણે DMDKની સ્થાપના કરી અને વિરુધાચલમ અને ઋષિવંડિયમ મતવિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતા બે વખત વિધાનસભાના સભ્યના રૂપમાં કામ કર્યું. તેમની રાજનીતિક કરિયર ચરમ પર હતું, જ્યારે તેઓ વર્ષ 2011 અને વર્ષ 2016 સુધી તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષ નેતા બન્યા. હાલના વર્ષોમાં વિજયકાંતનું સ્વાસ્થ્ય ખરાબ રહ્યું, જેના કારણે તેમને હૉસ્પિટલના ચક્કર લગાવવા પડ્યા. આ જ કારણ છે કે તેમને સક્રિય રાજનીતિક ભાગીદારીથી પાછળ હટવું પડ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp