પંકજ ત્રિપાઠીએ કેમ છોડી દીધું ECના નેશનલ આઇકોનનું પદ? ચૂંટણી પંચે જણાવ્યું કારણ

PC: livemint.com

પ્રખ્યાત એક્ટર પંકજ ત્રિપાઠીએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના નેશનલ આઇકોનનું પદ છોડી દીધું છે. તેમણે સ્વેચ્છાએ આ પદથી પાછળ હટવા બાબતે ચૂંટણી પંચને જણાવ્યું છે. મનમાં સવાલ ઉઠાવો વ્યાજબી છે કે આખરે આગામી લોકસભાની ચૂંટણી 2024 અગાઉ પંકજ ત્રિપાઠી કેમ આ મોટી જવાબદારીથી પાછળ હટી રહ્યા છે. આવો અમે તમને તેની બાબતે જણાવીએ.

ઉલ્લેખનીય છે કે, તેમની આગામી ફિલ્મ તેનું કારણ બની છે. પંકજ ત્રિપાઠી અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત ફિલ્મમાં રોલ નિભાવતા નજરે પડશે. પંકજ ત્રિપાઠી હાલના દિવસોમાં પોતાની ફિલ્મ 'મેં અટલ હું'નું પ્રમોશન કરતા નજરે પડી રહ્યા છે. ઑક્ટોબર 2022માં ચૂંટણી પંચે તેમને પોતાના નેશનલ આઇકોન તરીકે વરણી કરી હતી. હાલમાં જ તેમણે પોતાના રાજનીતિક ઇન્ટરેસ્ટ બાબતે જણાવ્યું હતું. જેને જોતા તેઓ હાલમાં આ પદથી પોતે પાછળ હટી ગયા છે.

ચૂંટણી પંચે પોતાના સત્તાવાર X (અગાઉ ટ્વીટર) હેન્ડલ પર પોસ્ટમાં કહ્યું કે, 'આગામી ફિલ્મ એક રાજનીતિક નેતાના રૂપમાં પોતાની ભૂમિકાને સ્વીકારતા, એક્ટર પંકજ ત્રિપાઠીએ MoUની શરતો મુજબ સ્વેચ્છાએ ઇલેક્શન કમિશન ઓફ ઈન્ડિયાના નેશનલ આઇકોનના રૂપમાં પદ છોડી દીધું છે. ચૂંટણી પંચ ઑક્ટોબર 2022થી મતદાતા જાગૃતિ અને SVEEPમાં તેમના પ્રભાવશાળી યોગદાન માટે આભાર વ્યક્ત કરે છે.'

એક ન્યૂઝ એજન્સીને આપેલા હાલના ઇન્ટરવ્યૂમાં પંકજ ત્રિપાઠીએ પોતાના ગૃહ રાજ્યમાં રાજનેતા બનાવમાં પોતાની રુચિ બાબતે વાત કરતા કહ્યું હતું કે, 'બિહારમાં દરેક રાજનેતા છે. પંકજ ત્રિપાઠી પોતાના કોલેજના દિવસોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના સભ્ય હતા. તેમનું કહેવું છે કે કોલેજના દિવસોમાં રાજનીતિમાં સામેલ થવા બાબતે ક્યારેય વિચાર્યું નહોતું. મેં એ સમયે રાજનીતિમાં પ્રવેશ કરવા બાબતે ક્યારેય વિચાર્યું નહોતું. એક વિચાર હતો કે હું આ ક્ષેત્રમાં આગળ વધી શકું છું, પરંતુ પછી એક ધરપકડ થઈ અને પોલીસે મને માર્યો, એટલે મેં એ વિચાર ત્યાં જ છોડી દીધો. સમય સાથે મારો ઝુકાવ નાટકો તરફ થઈ ગયો અને તેને જોયા બાદ હું થિયેટર તરફ વધુ આકર્ષિત થઈ ગયો હતો.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp