શ્રેયસ તલપડેને આવ્યો હાર્ટ ઍટેક, અક્ષય સાથે કરતો હતો શૂટિંગ, હવે તબિયત...
બોલિવુડ એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટએટેક આવ્યો છે. શ્રેયસ તલપડે 47 વર્ષનો છે. એક્ટર અક્ષય કુમાર સાથે ‘વેલકમ ટૂ જંગલ’ ફિલ્મની શૂટિંગ કરી રહ્યો હતો. શૂટિંગ સમાપ્ત થયાના તુરંત બાદ તે બેહોશ થઈને પડી ગયો. શ્રેયસ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તેની એન્જિયોપ્લાસ્ટી કરાવવામાં આવી. હૉસ્પિટલે અપડેટ આપ્યું કે હાલમાં તેના સ્વાસ્થ્યમાં સુધાર છે.
ગત દિવસોમાં જ અક્ષય કુમારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો હતો, જેમાં શ્રેયસ તેની સાથે બપોરે ‘વેલકમ ટૂ જંગલ’ ફિલ્મની શૂટિંગ કરતો નજરે પડ્યો હતો. સ્ટંટ પરફોર્મ કરતો અક્ષય પાછળ શ્રેયસ પગથિયાં પર ઊભો હતો. વીડિયોમાં એક્ટર્સની મસ્તી સ્પષ્ટ ઝળકી રહી હતી, પરંતુ કોઈને અંદાજો નહોતો કે એવું કંઈક થઈ જશે. કહેવામાં આવી રહ્યું છે કે શ્રેયસ શૂટિંગ સમાપ્ત કર્યા બાદ બેહોશ થઈને પડી ગયો. એક્ટરને અંધેરી વેસ્ટના Bellevue હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો તો ખબર પડી કે તેને હાર્ટએટેક આવ્યો છે.
હૉસ્પિટલ પ્રશાસને કન્ફર્મ કર્યું કે ગુરુવારે 10:00 વાગ્યાની આસપાસ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી ચૂકી છે. સાથે જ જણાવ્યું કે હવે એક્ટરના સ્વાસ્થ્યમાં સુધાર છે. તે રિકવર કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ શ્રેયસ આખો દિવસ શૂટિંગ કરી રહ્યો હતો અને એકદમ સારો હતો. તે સેટ પર દરેક સાથે મસ્તી કરી રહ્યો હતો. તેણે પોતાનો શૉટ આપ્યો, જેમાં થોડું ઘણું એક્શન સિક્વેન્સ પણ સામેલ હતું. શૂટિંગ સમાપ્ત થયા બાદ તે ઘરે ગયો અને પોતાની પત્નીને કહ્યું કે તેને સારું લાગી રહ્યું નથી. પત્ની દિપ્તી તલપડે ઉતાવળમાં નજીકની હૉસ્પિટલ લઈ ગઈ, પરંતુ એ અગાઉ જ એક્ટર બેહોશ થઈને પડી ગયો. હૉસ્પિટલે કન્ફર્મ કર્યું કે તેને મોડી સાંજે લાવવામાં આવ્યો હતો. હાલમાં તે હૉસ્પિટલમાં દાખલ છે.
શ્રેયસ ઘણી મોટી ફિલ્મોનો હિસ્સો રહ્યો છે. તે મરાઠી સિનેમાનું પણ જાણીતું નામ છે. તે ‘ઇકબાલ’, ‘ઓમ શાંતિ ઓમ’, ‘ગોલમાલ રિટર્ન’, ‘હાઉસફુલ 2’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. એક્ટરની જલદી જ કંગના રણૌત સાથે ઇમરજન્સી ફિલ્મ પણ આવવાની છે. વાત કરીએ ‘વેલકમ ટૂ જંગલ’ની તો આ એક મલ્ટી સ્ટાર ફિલ્મ છે. તેમ અક્ષય કુમાર, શ્રેયસ તલપડે સાથે સાથે રવિના ટંડન, દિશા પટાની, જેક્લીન ફર્નાન્ડિઝ, લારા દત્તા, સુનિલ શેટ્ટી, સંજય દત્ત, પરેશ રાવલ, અરશદ વારસી, તુષાર કપૂર, રાજપાલ યાદવ, જોની લીવર, કીકૂ શારદા, કૃષ્ણા અભિષેક, રાહુલ દેવ અને સિંગર ભાઈ દલેર મેહંદી, મીકા સિંહ પણ છે. ફિલ્મની રીલિઝ ડેટ અત્યારે ફાઇનલ કરવામાં આવી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp