અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે કરી સુનાવણી, જાણો શું આદેશ આપ્યો

PC: news18.com

અદાણી-હિંડનબર્ગ કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, સોલિસિટર જનરલે સમિતિના સભ્યોના નામના સૂચન અંગે ન્યાયાધીશોને સીલબંધ કવર સોંપ્યું હતું. આના પર સુપ્રીમ કોર્ટે સીલબંધ કવરમાં કેન્દ્રના સૂચનને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. એમ પણ કહ્યું કે અમે પોતે જ કમિટિના નામનું સૂચન કરીશું.

આ સાથે સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુપ્રીમ કોર્ટના સીટિંગ જજને કમિટિનો ભાગ બનાવવામાં આવશે નહીં. SCએ કહ્યું કે અમે સમિતિની નિમણૂકમાં સંપૂર્ણ પારદર્શિતા ઈચ્છીએ છીએ. એ પણ કહ્યું કે અમે રોકાણકારો સાથે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માંગીએ છીએ.

CJI જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું કે તે સીલબંધ કવરમાં કેન્દ્રના સૂચનને સ્વીકારશે નહીં. આ કિસ્સામાં, SCએ 10 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને અદાણી જૂથના સ્ટોક રૂટ અંગે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કરવું જરૂરી છે.

સુનાવણી દરમિયાન એમએલ શર્માએ કહ્યું કે હું કોઈ કંપની સાથે જોડાયેલો નથી. હું શોર્ટ સેલિંગ વિશે ચિંતિત છું. તેના પર CJIએ કહ્યું કે તમે અમને કહો કે શોર્ટ સેલર અને શોર્ટ સેલિંગ શું છે? મને કહો કે આ તમારી જાહેર હિતની અરજી છે?

એની પર એમ એલ શર્માએ કહ્યું હતું કે શેરની ડિલીવરી હાથ પર ન હોય છતા વેચાણ કરીને બજારને ક્રેશ કરી શકાય છે. પછી મીડિયામાં ખબર ફેલાવવામાં આવે છે,પછી એક કંપની તેના પોતાના શેર અડધી કિંમતના ભાવે પાછા ખરીદે  લે છે અને એ રીતે નફો કમાઇ છે. બેન્ચ તરફથી હાજર રહેલા જસ્ટિસ નરસિમ્હાએ પૂછ્યું કે શું મીડિયા શોર્ટ સેલર છે? જેના જવાબમાં એડવોકેટ એમએલ શર્માએ ફરી દલીલો કરી હતી. પરંતુ કોર્ટે તેને બહુ ગંભીરતાથી લીધી ન હતી.

વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે અદાણી ગ્રુપની કંપનીઓમાં 75 ટકા કરતા વધારે શેર અદાણી ગ્રુપના પ્રમોટર્સ પાસે છે. પ્રશાંત ભૂષણે કહ્યુ કે અમારી અપીલ છે કે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવે. એના પર CJIએ કહ્યું કે, શ્રીમાન ભૂષણ, શું તમે પહેલેથી નક્કી કરી લીધું છે કે તેઓ અપરાધી છે. તમે તો પહેલેથી જ એમને દોષી કરાર કરી દીધા. પ્રશાંત ભૂષણે હિંડનબર્ગના રિપોર્ટના કેટલાંક અંશ વાંચી સંભળાવ્યા હતા, જેમાં શેરોના ઉંચા ભાવને લઇને ચિંતા વ્યકત કરવામાં આવી હતી.

પ્રશાંત ભૂષણે તો  કમિટીની નામની દરખાસ્ત પણ આપવા માંડી હતી, જેની પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આપત્તિ દર્શાવતા કોર્ટે ભૂષણને રોકી દીધા હતા. પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે કમિટીમાં નિવૃત જજ હોવા જોઇએ. CJIએ કહ્યું  કે તમે નામો આપવાની કોશિશ ન કરતા.

સુનાવણી દરમિયાન CJIએ પુછ્યું કે તમાર સૂચનો શું છે? જેની પર સોલિસીટર જનરલે કહ્યુ  કે મારું માનવું છે કે એ લોકો એવું ઇચ્છે છે કે રિપોર્ટ કોન્ટેન્ટની તપાસ થવી જોઇએ. સાથે જ સોલીસીટર જનરલે કહ્યું કે અમારો હેતું છે કે સત્ય સામે આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp