શું રાહુલની કાર પર પથ્થરમારો થયો? કોંગ્રેસ-TMCની અલગ અલગ વાત

PC: twitter.com

ભારત જોડો ન્યાય યાત્રા પર નીકળેલા રાહુલ ગાંધી સાથે પશ્ચિમ બંગાળમાં દુર્ઘટના સર્જાઈ હતી. પશ્ચિમ બંગાળના માલદામાં કોંગ્રેસની યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો છે કે, બુધવારના રોજ અજાણ્યા લોકોએ રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં કારની પાછળ કાચ પણ ફૂટી ગયો હતો, રાહુલ ગાંધીને કોઈ ઈજા નથી થઈ.

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે રાહુલ ગાંધી નુકસાન થયેલી કારનું નિરિક્ષણ કરી રહ્યા છે. આ ઘટના પશ્ચિમ બંગાળના હરિશ્ચંદ્રપુર વિસ્તારમાં બની હતી, જ્યારે યાત્રા બિહારથી પશ્ચિમ બંગાળમાં પ્રવેશી રહી હતી.

અધીર રંજન ચૌધરીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી જે વાહનમાં યાત્રા કરી રહ્યા હતા, તેની પાછળની બારીના કાચ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જે અસ્વીકાર્ય છે. કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે, રાહુલને મળવા અપાર જનસમુહ આવ્યો હતો. એક મહિલા તેમને મળવા અચાનક આગળ આવી ગઈ, જ્યારે કારને અચાનક રોકવી પડી હતી. સુરક્ષા ઘેરામાં ઉપયોગ થનારા દોરડાથી કારની વિન્ડશીલ્ડ તૂટી ગઈ.

બીજી બાજુ TMCએ કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને જવાબ આપતા કહ્યું હતું કે, તેઓ ખોટી માહિતી ફેલાવીને પશ્ચિમ બંગાળને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. TMC નેતા દેબાંગશુ ભટ્ટાચાર્યએ દાવો કર્યો કે રાહુલ ગાંધીના કાફલા પર બંગાળમાં નહીં પણ બિહારમાં તોડફોડ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp