અધીર રંજન ચૌધરી બોલ્યા- હિંમત હોય તો 2024 અગાઉ PoK છીનવીને દેખાડો, આખા દેશના..
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ને લઈને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદન પર લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, PoKથી એક સફરજન લાવીને દેખાડો. જો હિંમત હોય તો વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી અગાઉ PoK છીનવી લો. આખા દેશના વોટ ભાજપને મળશે. એક દિવસ અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે PoKના મુદ્દા પર પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને જવાબદાર ઠેરાવ્યા હતા. અમિત શાહનું કહેવું હતું કે જમ્મુ-કાશ્મીરને નેહરુની ભૂલના કારણે નુકસાન ઉઠાવવું પડ્યું.
તેમણે કહ્યું હતું કે, પહેલી યુદ્ધવિરામની જાહેરાત કરવી અને બીજી કશ્મીરના મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈ જવાની. જો 3 દિવસો બાદ યુદ્ધવિરામ થતું તો આજે PoK ભારતનો હિસ્સો હોત. આપણાં આંતરિક મુદ્દાને સંયુક્ત રાષ્ટ્રમાં લઈને જવું જોઈતું નહોતું. આ દેશની એટલી બધી જમીન ગુમાવવાની મોટી ભૂલ હતી. PoK આપણું છે. ત્યાં 24 સીટો અનામત છે. અમિત શાહના નિવેદન પર કોંગ્રેસ નેતા પ્રહાર કરી રહ્યા છે. હવે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે, આ મુદ્દા પર સદનમાં આખો દિવસ ચર્ચા થવી જોઈએ. આ કોઈ નાનો મુદ્દો નથી. ભારતના સામાન્ય લોકોને પણ ખબર પડવી જોઈએ. માની લો કે નેહરુની ભૂલ છે, જેમ કે અમિત શાહ કહી રહ્યા છે. ભાજપ અને અમિત શાહ દશકોથી ફરિયાદ કરતા આવી રહ્યા છે. જ્યારે વર્ષ 2019માં આર્ટિકલ-370 હટાવવામાં આવ્યું હતું તો સદનની અંદર અમિત શાહ કહી રહ્યા હતા કે PoK સિયાચીન કાશ્મીરનો હિસ્સો છે અને પરત લાવવાનો દાવો કરતા હતા.
તેમણે આગળ કહ્યું કે, મોદી સરકારના 10 વર્ષ થઈ ગયા. અટલજી સરકારના 6 વર્ષ વીતી ગયા. ભાજપને કોણે રોકી. ભારતમાં બે બહાદુર છે મોદીજી અને અમિત શાહજી. આ બંને બહાદૂરોને કોને રોક્યા કે PoK પોતાના કબજામાં ન લો. ઓછામાં ઓછું PoKમાંથી સફરજન લાવીને તો દેખાડો અને કહો કે હા અમે કરીને દેખાડ્યું. PoKની છાતી ચીરીને ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર બની રહ્યું છે. આ મુદ્દા પર મોદીજી અને અમિત શાહે કેમ મૌન સાધી રાખ્યું છે. G-7, G-20, શંઘાઇ સમિટ જાવ છો, કેમ પ્રયાસ કરવામાં આવી રહ્યા નથી. PoK છીનવીને દેખાડો.
જો કોંગ્રેસ ન કરી શકી, એ કામ કરીને દેખાડો. ત્યાંથી ઓછામાં ઓછું સફરજન તો લાવો. લદ્દાખમાં દબાણ થઈ ચૂક્યું છે. ગલવાનની ઘટના બધાને ખબર છે. તેમણે પૂછ્યું કે, ત્યારે આપણાં વડાપ્રધાન શું કરી રહ્યા હતા. તેમને યાદ અપાવવા માગીએ છીએ. બંને દેશના બહાદૂર છે, તેઓ બહાદુરીની વાત કરે છે. હમ્પટી-ડમ્પટી બંને જઈને PoK છીનવીને આપણાં કબજામાં લાવે કેમ કે સદનની અંદર વાત કહીને ગયા હતા. વર્ષ 1993માં તેના પર ઓલ પાર્ટી રિજિલેશન પણ લાવવામાં આવ્યું હતું. ચૂંટણી વર્ષ 2024માં છે. ચૂંટણી અગાઉ PoK છીનવીને લાવો. આખા ભારતના વોટ તમને મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp