‘વન નેશન, વન ઇલેક્શન કમિટીમાં સામેલ થવા અધીર રંજનનો ઇનકાર, કહ્યું- આ તો દગો છે..

PC: indiatoday.in

કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ 'વન નેશન, વન ઇલેક્શન’ માટે રચાયેલી કમિટીનો ભાગ બનવાનો ઇનકાર કર્યો છે. સમિતિના સભ્યોના નામ સામે આવ્યાના થોડા કલાકોમાં જ તેમણે આ નિર્ણય લીધો હતો. ચૌધરીએ ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને આ સમિતિને સંપૂર્ણ છેતરપિંડી ગણાવી છે.

કેન્દ્ર સરકારે 2 સપ્ટેમ્બરે વન નેશન, વન ઇલેક્શનની કમિટીની રચના કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા વાળી આ કમિટીમાં 8 સભ્યોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના પણ નામ સામેલ કરવામાં આવ્યા હતા.

અધીર રંજન લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા છે. તેમણે અમિત શાહને લખેલામાં પત્રમાં કહ્યું છે કે, મને અત્યારે મીડિયાના માધ્યમથી જાણકારી મળી છે કે એક દેશ, એક ચૂંટણી માટે બનાવવામાં આવેલી કમિટીમાં મને સામેલ કરવામાં આવ્યો છે. મને આ સમિતિમાં કામ કરવાના ઇન્કાર કરવાથી કોઇ ખચકાટ નથી, મને આશંકા છે કે આ પુરી રીતે છેતરપિંડી છે.

અધીર રંજને આગળ લખ્યું કે, આ ઉપરાંત મને એ પણ જાણવા મળ્યું છે કે રાજ્યસભામા મોજુદ વિપક્ષ નેતાને બહાર કરી દેવામાં આવ્યા છે. આ એક સંસદીય લોકતંત્રની વ્યવસ્થાનું જાણી જોઇને કરવામાં આવેલું અપમાન છે. આવી પરિસ્થિતિઓમાં મારી પાસે તમારા નિમંત્રણનો અસ્વીકાર કર્યા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે પણ આ કમિટી પર સવાલ ઉઠાવ્યો હતો અને આ કમિટીને ડમી તરીતે બતાવી હતી. સંજય સિંહે ટ્વીટ કરીને લખ્યું કે, “વન નેશન વન ઇલેક્શન પર મોદી સરકારની કમિટી એક 'ડમી કમિટી' છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને આ સમિતિમાં ન રાખવું એ તેમનું ઘોર અપમાન છે. આ કમિટીનું કોઇ ઔચિત્ય નથી. વિપક્ષી ગઠબંધન ભારતથી ડરી ગયું, PM મોદીના નામ પર શરૂ થઈ નકલી ચર્ચા (વન નેશન વન ઈલેક્શન)

આ પહેલાં કાનૂન મંત્રાલયે 2 સપ્ટેમ્બરે એક દેશ, એક ચૂંટણી માટેની કમિટીના સભ્યોના નામની જાહેરાત કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આ કમિટીના અધ્યક્ષ બનાવાયા છે. ઉપરાંત આ કમિટીમાં અમિત શાહ, અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, ફાયનાન્સ કમિટીના પૂર્વ ચેરમેન એન કે સિંહ, લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ સુભાષ કશ્યપ, સીનિયર એડવોકેટ હરિશ સાલ્વે અને પૂર્વ ચીફ વિજિલન્સ ઓફિસર સંજય કોઠારી સામેલ છે. તેમાંથી અધીર રંજન ચૌધરીએ કમિટીમાં સામેલ થવા માટે ઇન્કાર કરી દીધો છે.

'એક દેશ, એક ચૂંટણી'નો અર્થ છે કે દેશમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. દેશમાં લાંબા સમયથી 'વન નેશન-વન ઈલેક્શન'ને લઈને ચર્ચા ચાલી રહી છે. આ વર્ષે જાન્યુઆરીમાં કાયદા પંચે આ અંગે રાજકીય પક્ષો પાસેથી છ પ્રશ્નોના જવાબ માંગ્યા હતા.

એક દેશ, એક ચૂંટણીના સમર્થન અને વિરોધમાં અનેક તર્ક સામે આવ્યા છે. સમર્થનમાં એ વાત છે કે આને કારણે ચૂંટણીમાં થતો કરોડો રૂપિયાનો ખર્ચ બચી જશે.

વન નેશન,વન ઇલેક્શનનનો મુદ્દો ત્યારે સામે આવ્યો છે, જ્યારે સરકારે સંસદમાં એત વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે. એવી ધારણા છે કે આ ખાસ સત્રમાં એક દેશ, એક ચૂંટણીનું બિલ આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp