પ્રિયંકા ગાંધી પર અદિતી સિંહનો આરોપ, બોલ્યા- ચૂંટણીમાં ટિકિટ જોઈતી હોય તો...

PC: twitter.com/AditiSinghRBL

ઉત્તર પ્રદેશના રાયબરેલીથી ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અદિતી સિંહે કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી પર ગંભીર આરોપ લગાવ્યા છે. સમાચાર એજન્સી ANI સાથે પોડકાસ્ટમાં અદિતી સિંહે ખુલાસો કર્યો કે, તેઓ જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા તો પ્રિયંકા ગાંધીએ તેમને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. આરોપ છે કે, પ્રિયંકા ગાંધીએ એ સમયે અદિતિના પતિ અંગદ સિંહ પર ચરિત્રને લઈને લાંછન લગાવવાનો દબાવ બનાવ્યો હતો, ત્યારે ચૂંટણીમાં ટિકિટ મળશે.

રાયબરેલીમાં કોંગ્રેસથી રાજનીતિની શરૂઆત કર્યા બાદ ભાજપમાંઆ સામેલ થઈ ચૂકેલા અદિતી સિંહે એ પણ જણાવ્યું કે, અંગદ સિંહ સાથે તેના છૂટાછેડા થઈ ચૂક્યા છે. અંગદ સિંહ પંજાબના રહેવાસી છે અને અહીં નવાંશહેર સીટથી ધારાસભ્ય છે. અંગદ સિંહ વર્ષ 2017માં પહેલી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એ સમયે તેઓ કોંગ્રેસમાં હતા. ANI સાથે વાતચીત કરવા દરમિયાન અદિતી સિંહે જણાવ્યું કે, પંજાબમાં ટિકિટ ફાળવણી દરમિયાન પ્રિયંકા ગાંધીએ અંગદ સામે શરત રાખી કે તેઓ પોતાના પત્ની અદિતી સિંહના કેરેક્ટરને લઈને આરોપ લગાવે. એ જ શરત પર ટિકિટ આપવામાં આવશે.

પૂર્વ પતિને અદિતી વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપવા દબાવ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. અદિતી સિંહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને પણ મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધી સાથે વર્ષ 2017માં તેમની પહેલી મુલાકાત ખૂબ જ અજીબોગરીબ રીતે થઈ હતી. હું તેમનું રીએક્શન જોઈને હેરાન થઈ ગઇ હતી. રાહુલ ગાંધીએ ત્યારે મને પૂછ્યું કે, કોંગ્રેસને અહી કેટલા ધારાસભ્ય છએ? તો મેં કહ્યું 7. એ સાંભળીને મારી તરફ જોયા બાદ પોતાનું ગળું પાછળ ઝુકાવીને અજીબ રીતે હસવા લાગ્યા, તેમની આ અજીબ હરકત જોઈને હું અચંબિત થઈ ગઈ.

અદિતી સિંહનો રાજનીતિક પરિવાર સાથે સંબંધ છે. અદિતી સિંહના પિતા બહુબલી અખિલેશ કુમાર સિંહ 24 વર્ષ સુધી રાયબરેલીથી ધારાસભ્ય બન્યા રહ્યા. હવે તેમના પુત્રી 4 વખત ધારાસભ્ય બન્યા છે. તેઓ હવે ભાજપમાં જોડાયા છે. બીજી તરફ અંગદ સિંહના દાદા દિલબાગ સિંહ 6 વખત નવાંશહરના ધારાસભ્ય રહ્યા છે. અંગદના પિતા પ્રકાશ સિંહ અને માતા ગરિકબાલ કૌર પણ 1-1 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp