જો છોકરા-છોકરીઓ સાથે બેઠેલા જોયા,મજાક મસ્તી પણ કરી તો પ્રવેશ રદ થશે,કોલેજનો આદેશ

PC: tv9hindi.com

બિહારના સિવાન જિલ્લાની ઇસ્લામિયા P. G. કોલેજમાં થોડા દિવસો પહેલા બે વિદ્યાર્થીનીઓ વચ્ચે તેમના બોયફ્રેન્ડને લઈને ઝઘડો થયો હતો. તેને લઈને આજે, કોલેજનો એક 'તુગલકી' ઓર્ડર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ આદેશને તે દિવસે થયેલી મારપીટની ઘટના સાથે જોડવામાં આવી રહ્યો છે. આ આદેશ પર કોલેજના પ્રિન્સિપાલે પણ પોતાનો ખુલાસો કર્યો છે.

બિહારના સિવાન જિલ્લાની એક કોલેજનો વિચિત્ર ઓર્ડર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. કેસ સિવાનના Z.A. ઇસ્લામિયા P.G. કોલેજ સાથે જોડાયેલ છે. આ કોલેજના પ્રિન્સિપાલે એક 'તુગલકી' ફરમાન બહાર પાડ્યું છે. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 'કોલેજ કેમ્પસમાં ક્યાંય પણ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ સાથે બેઠેલા કે મજાક મસ્તી કરતા પણ જોવા મળશે તો તેમનો પ્રવેશ રદ કરવામાં આવશે.' આ આદેશ ગયા મંગળવારે (3 ઓક્ટોબર) બહાર પાડવામાં આવ્યો હતો. આ ઓર્ડર લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો ચર્ચા કરી રહ્યા છે કે, એક શિક્ષક આવો આદેશ કેવી રીતે બહાર પાડી શકે.

આ આદેશ પત્ર સિવાનની Z.A. ઈસ્લામિયા કોલેજના પ્રિન્સિપાલ ઈદ્રિસ આલમે બહાર પાડ્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે, 'આથી જાણવામાં આવે છે કે, જો કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ  એકસાથે જોવામાં આવશે (સાથે બેસીને/મજાક કરતા) તો તેમનો પ્રવેશ રદ કરવામાં આવશે. અહીં જણાવી દઈએ કે, આ કલમ 29 અને 30 હેઠળ સ્થાપિત લઘુમતી કોલેજ છે. તેના સંચાલન માટેની સમગ્ર સત્તા સંચાલક મંડળને સોંપવામાં આવી છે.'

અહીં તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા કોલેજની બે વિદ્યાર્થીનીઓ વચ્ચે મારપીટ થઇ હતી. ક્લાસરૂમમાં અને રસ્તા પરની લડાઈનો વીડિયો સામે આવ્યો હતો. કદાચ આને લઈને જ કોલેજના પ્રિન્સિપાલે આવો આદેશ બહાર પાડ્યો હોય.

જ્યારે, આ તુગલકી ફરમાન પછી Z. A. ઇસ્લામિયા P.G. કોલેજના પ્રિન્સિપાલ ઇદ્રીસ આલમે પત્રકારો સાથે ફોન પર વાત કરતા કહ્યું કે, 'આ કોઈ મોટી વાત નથી. થોડા દિવસો પહેલા છોકરીઓ વચ્ચે ઝઘડો થયો હતો. બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડનું અફેર હતું. અમે બાળકોને ડરાવવા માટે આવો પત્ર બહાર પાડ્યો છે. જો કે આ પત્ર ખોટો છે. આવું ન લખવું જોઈતું હતું. મને આનો અફસોસ છે.'

આ સમગ્ર મામલે સિવાનના DM મુકુલ કુમાર ગુપ્તાએ કહ્યું કે, આ મામલો હજુ સુધી મારા ધ્યાન પર આવ્યો નથી. તે ધ્યાન પર આવતાં તેની તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp