'મતદાન પૂર્ણ થવાના 48 કલાકની અંદર..' આ મોટી માગ સાથે ADRએ ખખડાવ્યો SC દરવાજો

PC: news18.com

એક ગેર સરકારી સંગઠને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ચૂંટણી પંચને એ નિર્દેશ આપવાની માગ કરી છે કે હાલની લોકસભાની ચૂંટણીના દરેક ચરણનું મતદાન પૂર્ણ થવાના 48 કલાકની અંદર તે પોતાની વેબસાઇટ પર મતદાન કેન્દ્ર વાર વોટિંગ ડેટાના બધા આંકડાઓ અપલોડ કરે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફાર્મ્સ (ADR)એ પોતાની 2019 જનહિતની અરજીમાં એક વચગાળાની અરજી દાખલ કરી છે.

જેમાં ચૂંટણી પંચને નિર્દેશ આપવાની માગ કરવામાં આવી છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ બધા મતદાન કેન્દ્રોના ફોર્મ 17 C ભાગ-1 (રેકોર્ડ કરવામાં આવેલો વોટોનું ખાતું)ની સ્કેન કરવામાં આવેલી વાંચવા લાયક કોપીઓ તરત અપલોડ કરવામાં આવે. NGOએ કહ્યું કે, ચૂંટણી પંચે 2024ની લોકસભાની ચૂંટણીઓમાં દરેક ચરણના મતદાન બાદ ફોર્મ 17 C ભાગ-1માં નોંધાયેલા વોટોની સંખ્યાના બધા આંકડામાં મતદાન કેન્દ્ર વાર ડેટા અને મતવિસ્તારના ડેટા પ્રદાન કરવાના નિર્દેશ આપે.

કહેવામાં આવ્યું છે કે, અરજી એ સુનિશ્ચિત કરવા માટે દાખલ કરવામાં આવી હતી કે ચૂંટણી અનિયમિતતાઓથી લોકતાંત્રિક પ્રક્રિયા પ્રભાવિત ન થાય. ચૂંટણી પંચે 30 એપ્રિલ 2024ના રોજ લોકસભાની ચૂંટણીના પહેલા 2 ચરણો માટે મતદાતા વોટિંગનો ડેટા જાહેર કર્યો, જે 19 એપ્રિલે થયેલા પહેલા ચરણના મતદાનના 11 દિવસ બાદ અને 26 એપ્રિલે થયેલા બીજા ચરણના મતદાનના 4 દિવસ બાદ પ્રકાશિત કરવામાં આવ્યા છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અંતિમ મતદાતા વોટિંગના ડેટા જાહેર કરવામાં ખૂબ મોડું થવા સાથે જ 30 એપ્રિલ 2024ના પોલ પેનલની પ્રેસ નોટમાં 5 ટકાથી વધુના અસામાન્ય રૂપે ઉચ્ચ સંશોધને તેની શુદ્ધતા બાબતે ચિંતાઓ અને સાર્વજનિક શંકા વધારી દીધી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે નાખવામાં આવેલા વોટોની બધી સંખ્યા જાહેર ન થવા સાથે સાથે નાખવામાં આવેલા વોટોના આંકડા જાહેર કરવામાં મોડું થવાના કરણ શરૂઆતી આંકડા અને 30 એપ્રિલને જાહેર કરવામાં આવેલા આંકડાઓ વચ્ચે અંતરને લઈને મતદાતાઓના મનમાં શંકાઓ ઉત્પન્ન થઈ ગઈ છે. આ આશંકાઓનું સમાધાન કરવું જોઈએ અને તેના પર પૂર્ણવિરામ લગાવવો જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp