બૂટ ફાટવા પર વકીલે દુકાનદારને મોકલી નોટિસ, બોલ્યા-હું સાળાના દીકરાના લગ્નમાં..
ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહી એક વકીલે બૂટ ખરીદ્યા હતા. બૂટ ફાટી ગયા તો દુકાનદારને નોટિસ મોકલી. વકીલનું કહેવું છે કે તેના બૂટ ફાટી જવાના કારણે તે પોતાના સાળાના છોકરાના લગ્નમાં ન જઇ શક્યો, જેથી તે માનસિક રૂપે બીમાર થઈ ગયો. સ્થિતિ નાજુક થવા પર તેણે કાનપુર સ્થિત ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરાવી. મીડિયા રિપોર્ટ મુજબ, ફતેહપુરના કમલા નગર કલેક્ટરગંજના રહેવાસી જ્ઞાનેન્દ્ર ભાન ત્રિપાઠી વ્યવસાયે વકીલ છે.
જ્ઞાનેન્દ્રએ પોતાના સાળાના છોકરાના લગ્નમાં સામેલ થવા જવાનું હતું. તેના માટે તેમણે 21 નવેમ્બર 2023ના રોજ બૂટ ખરીદ્યા હતા અને ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું, જેની રસીદ પણ તેની પાસે છે. બૂટની 6 મહિનાની ગેરંટી બતાવવામાં આવી, પરંતુ 4-5 દિવસોમાં બૂટ ફાટી ગયા. તેના કારણે જ્ઞાનેન્દ્ર પોતાના સાળાના છોકરાના લગ્નમાં ન જઇ શક્યો. જ્ઞાનેન્દ્રનું કહેવું છે કે તેના કારણે તે માનસિક તણાવમાં આવીને બીમાર પડી ગયા. કાનપુરની ખાનગી હૉસ્પિટલમાં સારવાર કરાવી, જેમાં 10 હજાર રૂપિયાનો ખર્ચ આવ્યો.
જ્યારે માનસિક રૂપે સ્વસ્થ થયા તો 19 જાન્યુઆરી 2024ના રોજ પોતાના વકીલ સાથીના માધ્યમથી દુકાનદારને નોટિસ મોકલી અને 15 દિવસની અંદર સારવારમાં થયેલો 10 હજારનો ખર્ચ, રજીસ્ટ્રેશનના 2100 રૂપિયા અને બૂટના 1200 રૂપિયા પાછા આપવાની માગ કરી છે. જ્ઞાનેન્દ્રએ નોટિસના માધ્યમથી દુકાનદારને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો દુકાનદારે એમ ન કર્યું તો કોર્ટના માધ્યમથી પોતાના હકની લડાઈ લડશે. જ્ઞાનેન્દ્રએ કહ્યું એક, 21 નવેમ્બરે મેં બૂટ ખરીદ્યા હતા. મારે પોતાના સાળાના છોકરાના લગ્નમાં જવાનું હતું.
વકીલે કહ્યું કે, હું લગ્નમાં જઇ ન શક્યો. બૂટ 4-5 દિવસમાં ખરાબ થઈ ગયા. ત્યારથી હું બૂટ કે ચપ્પલ વિના છું. અમે વકીલના માધ્યમથી નોટિસ મોકલી છે. હું માનસિક રૂપે બીમાર થઈ ગયો હતો, જેની સારવાર મેં કાનપુરમાં કરાવી. હું ઈચ્છું છું કે મને ન્યાય મળે. આ મામલે બૂટ શૉપના ઓનર સલમાન હુસેને કહ્યું કે, જ્ઞાનેન્દ્રએ મારી દુકાનથી બૂટ લીધા હતા, પરંતુ મેં બાટા ઓરિજિનલ બતાવીને તેમને આપ્યા નથી. જે બૂટ તેમણે લીધા હતા, તે 50 ટકા ઓફમાં આપવામાં આવ્યા હતા. જે બિલ તેમને આપવામાં આવ્યું છે, તેમાં 6 મહિનાની અંદર બૂટના સોલ ખરાબ થવાની વૉરંટી આપી હતી, પરંતુ એવું કંઇ ન થયું. તેઓ બળજબરીપૂર્વક મારા ઉપર દબાવ બનાવી રહ્યા છે. આ બધા આરોપ પાયાવિહોણા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp