જ્ઞાનવાપીનો ઇતિહાસ 473 વર્ષ જૂનો છે

PC: deccanchronicle.com

વારાણસી કોર્ટે હિંદુ પક્ષને જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજા-પાઠ કરવાનો અધિકાર આપતો આદેશ કર્યો છે. 31 જાન્યુઆરીને બુધવારે હિંદુ પક્ષે મોડી રાત્રે 2 વાગ્યે મસ્જિદના ભોંયરામાં પૂજા-પાઠ અને આરતી કર્યા હતા. 30 વર્ષ પછી હિંદુઓને આ અધિકારી મળ્યો છે.

જ્ઞાવવાપી મસ્જિદમાં 1993થી પૂજા બંધ હતી. કોર્ટના આદેશ બાદ કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્રારા વ્યાસ ભોંયરામાં પૂજા કરવામાં આવી. હિંદુ પક્ષના એડવોકેટ શૈલેન્દ્ર પાઠક વ્યાસે કોર્ટમાં દલીલ કરી હતી કે, આદિ વિશ્વેશ્વપની પૂજાનો ઇતિહાસ 473 વર્ષ જુનો છે. જ્ઞાનવાપીમાં શતાનંદ વ્યાસે 1551માં વિશ્વવેશ્વરની પૂજા શરૂ કરી હતી. એ પછી તેમની પેઢીની પૂજાની પરંપરા ચાલી આવી રહી હતી. 1930માં બૈજનાથ વ્યાસ પૂજા કરતા હતા એ પછી તેમના ઉત્તરાધિકારી તેમની પુત્રી રાજકુમારી બન્યા હતા. રાજકુમારીને 4 પુત્રો હતા, જેમાંથી એક પુત્રનું નામ સોમનાથ હતું. શૈલેન્દ્ર કુમારે એજ સોમનાથની દિકરી ઉષા રાણીના પુત્ર તરીકે પૂજા કરવાનો અધિકાર માંગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp