વ્યક્તિએ ગૂગલ પર સર્ચ કરી આત્મહત્યા કરવાની રીત, ઇન્ટરપોલે કર્યો મુંબઈ ફોન અને...

PC: tribuneindia.com

મુંબઇમાં રહેનારા 28 વર્ષીય વ્યક્તિ ગૂગલ પર આત્મહત્યા કરવાની સૌથી સારી રીત શોધી રહ્યો હતો. જેના પર ઇન્ટરપોલ દ્વારા એલર્ટ કર્યા બાદ મુંબઈ પોલીસે તેની જાણકારી મેળવી અને તેને આત્મહત્યા કરતો રોક્યો. એક અધિકારીએ બુધવારે આ જાણકારી આપી હતી. તેમને જણાવ્યું હતું કે રાજસ્થાનનો રહેવાસી આ વ્યક્તિને મંગળવારે ઉપનગર માલવણીથી બચાવવામાં આવ્યો, જ્યારે પોલીસે ઇન્ટરપોલ દ્વારા શેર કરવામાં આવેલા તેના મોબાઈલ નંબરના આધાર પર તેના લોકેશનની જાણકારી મેળવવામાં આવી.

ઇન્ટરનેશનલ ગુનાહિત પોલીસ સંગઠન, જેને સામાન્ય રીતે ઇન્ટરપોલના નામે ઓળખવામાં આવે છે, તે એક ઇન્ટરનેશનલ સંગઠન છે જે દુનિયાભરમાં પોલીસ સહયોગ અને ગુના નિયંત્રણની સુવિધા પ્રદાન કરે છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઇન્ટરપોલ દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધાર પર મુંબઈ પોલીસ પર પોલીસની ક્રાઇમ બ્રાન્ડ શાખાની યુનિટ-11 દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, પીડિત મલાડ વેસ્ટના માલવણીનો રહેવાસી છે અને રાજસ્થાનનો મૂળ નિવાસી છે.

તપાસ દરમિયાન પોલીસને જાણકારી મળી કે તે પ્રેશરમાં હતો કેમ કે તે પોતાની માતાની ધરપકડ બાદ મુંબઈની જેલથી તેને મુક્ત કરવી શકતો નહોતો, જેની 2 વર્ષ અગાઉ ગુનાહિત કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેણે જણાવ્યું કે, તે પશ્ચિમી ઉપનગર માલવણીમાં સ્થળાંતરીત થવા અગાઉ પોતાના સંબંધીઓ સાથે મીરા રોડ વિસ્તારમાં (પાડોશી થાણે જિલ્લામાં) રહેતો હતો. એક અધિકારીએ જણાવ્યું કે, તે છેલ્લા 6 મહિનાથી બેરોજગાર છે. જો કે, તે જેલથી પોતાની માતાને છોડાવી શકતો નહોતો એટલે તે દુઃખી હતો. જેવો જ તેના મનમાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો, તેણે આત્મહત્યા કરવાની રીત શોધવા માટે ઓનલાઇન સર્ચ કરવાની શરૂઆત કરી.

તેણે ઘણી વખત ગૂગલ પર ‘સ્યૂસાઇડ બેસ્ટ વે’ સર્ચ કર્યું, જેના પર ઇન્ટરપોલ અધિકારીઓનું ધ્યાન ગયું, જેમણે તેના મોબાઈલ નંબર સાથે મુંબઈ પોલીસને તેની બાબતે એક E-mail મોકલ્યો. ઇન્ટરપોલ દ્વારા આપવામાં આવેલી જાણકારીના આધાર પર ક્રાઇમ બ્રાન્ચને ખબર પડી કે મોબાઈલ નંબરનો યુઝર માલવણીમાં રહે છે. ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચી અને પછી પીડિતને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો અને તેની કાઉન્સેલિંગ કરવામાં આવી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વ્યવસાયી કાઉન્સેલરો દ્વારા સલાહ આપ્યા બાદ તેને શહેરમાં પોતાના સંબંધીઓને ત્યાં જવા કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp