અયોધ્યા-બદ્રીનાથમાં હાર બાદ શું વૈષ્ણોદેવી સીટ બચાવી શકશે BJP? થયું 80 ટકા મતદાન
જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના બીજા ચરણમાં બુધવારે 26 સીટો માટે થયેલા મતદાનમાં 56 ટકાથી વધુ મતદાતાઓએ મતાધિકારનો પ્રયોગ કર્યો. ઘણી જગ્યાએ ઉત્સાહથી ભરેલા મતદાતાઓની લાંબી લાઇન જોવા મળી હતી. આ દરમિયાન સૌથી વધુ મતદાન હોટ સીટમાં સામેલ વૈષ્ણો દેવી સીટ પર થયું. ત્યાં 79.95 ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. સીમાંકન બાદ નવી સીટ અસ્તિત્વમાં આવી છે. ભાજપે આ સીટને લઇને પૂરી તાકત લગાવી દીધી હતી અને પોતે વડાપ્રધાન મોદી આ સીટને લઇને પ્રચાર માટે કટરા પહોંચ્યા હતા.
ભાજપે આ સીટ જીતવા માટે પૂરો જોર લગાવી દીધો, જેથી અયોધ્યા કે બદ્રીનાથ સીટની જેમ કોઇ પ્રકારની પ્રતિકૂળ સ્થિતિ ન બની જાય. 19 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીએ કટરામાં લગભગ 2 કિમી લાંબો રોડ શૉ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘અહી (જમ્મુ-કાશ્મીરમાં) એક એવી સરકારની જરૂર છે જે આપણી આસ્થાનું સન્માન કરે અને આપણી સંસ્કૃતિને પ્રોત્સાહન આપે. વડાપ્રધાન મોદીની વૈષ્ણો દેવી મંદિરને લઇને આસ્થા કોઇથી છૂપી નથી. 2014માં જ્યારે તેમને ભાજપે વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યા તો તેમણે લોકસભા અભિયાનની શરૂઆત કરવા અગાઉ મંદિરમાં પ્રાર્થના કરી હતી.
આ વખત મહત્ત્વ બેગણું થઇ ગયું છે કેમ કે 2022ના સીમાંકન બાદ હવે શ્રી માતા વૈષ્ણો દેવી વિધાનસભા સીટ છે, જે રિયાસી અને ઉધમપુર વિધાનસભા ક્ષેત્રોમાંથી અલગ થઇ ગઇ છે. હાલની લોકસભા ચૂંટણીઓમાં ઉત્તર પ્રદેશની ફૈજાબાદ (અયોધ્યા) સીટ હારી ગઇ હતી અને પછી વિધાનસભા પેટાચૂંટણીમાં ઉત્તરાખંડની બદ્રીનાથ સીટ પણ જીતી શકી નહોતી. આ બે સીટોને લઇને વિપક્ષે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યો હતો. એવામાં હવે શ્રી માતા વૈષ્ણો દેવી સીટ ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગઇ છે અને આજ કારણ છે કે પાર્ટીએ પ્રચારમાં અહી કોઇ કમી રાખી નથી.
જો કે, ભાજપને અહી સખત ટક્કર મળતી નજરે પડી કેમ કે તેના ઉમેદવાર બલદેવ રાજ શર્મા, જે પૂર્વમાં રિયાસીથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, તેમની સામે કુલ 7 ઉમેદવાર છે જેમાં કોંગ્રેસ તરફથી ભૂપેન્દ્ર સિંહ પણ સામેલ છે. ભાજપે આ સીટ પર પોતાના ઉમેદવાર બદલ્યા છે. પહેલા આ સીટ પર રોહિત દુબેને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેમની જગ્યાએ બલદેવ શર્માને ટિકિટ આપી દેવામાં આવી. ત્યારબાદ રોહિત દુબેના સમર્થક નારાજ થઇ ગયા અને રસ્તા પર ઉતરીને પોતાની નારાજગી વ્યક્ત કરી.
વૈષ્ણો દેવીના પૂર્વ સંરક્ષણ બારીદારે પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. પહેલા ભાજપનું સમર્થન કરનારા આ સમુદાયે આ વખત પોતાના ઉમેદવાર શામ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. પેઢીઓથી વૈષ્ણો દેવી મંદિરમાં આરતી કરનારા બારીદાર, મંદિરમાં પૂર્ણ પૂજા કરવા પોતાના અધિકારીઓની સક્રિયતા અને શ્રાઇન બોર્ડમાં પોતાના પરિવારના સભ્યો માટે નોકરીઓમાં અનામતની માગ કરી રહ્યા છે. સમુદાયના સભ્ય પોતાની સમસ્યાઓનું સ્થાયી સમાધાન ન થવાના કારણે ભાજપ પર વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવી રહ્યા છે.
ભાજપના બલદેવ શર્મા સામે કોંગ્રેસના ભૂપેન્દ્ર સિંહ કટરા અને વૈષ્ણો દેવી મંદિર વચ્ચે ટ્રેક પર કામ કરનાર પોનીવાલોં અને પીઠુઓના સંઘના અધ્યક્ષ રહી ચૂક્યા છે. શર્માને આ સીટ પર લગભગ 9000 મુસ્લિમ મતદાતાઓના સમર્થનની આશા છે. પૂર્વ મંત્રી જુગલ કિશોર, જે કોંગ્રેસ છોડીને ગુલામ નબી આઝાડના નેતૃત્વવાળી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. તેઓ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે એવામાં એ જોવું રસપ્રદ રહેશે કે આ ધાર્મિક નગરીમાં જનતા કોને પોતાના પ્રતિનિધિ ચૂંટીને વિધાનસભામાં મોકલે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp