તેલગાંણા: CM બનતાની સાથે રેવંત રેડ્ડી એક્શનમાં, બંગલામાં આ વસ્તુ તોડી પાડી

PC: mainmedia.in

તેલંગાણાના ત્રીજા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ રેવંત રેડ્ડી એક્શન મોડમાં છે. શપથ લીધા પછી તરત જ, રેવંત રેડ્ડીએ તેમના ચૂંટણી પ્રચારનું એક મોટું વચન પૂરું કર્યું અને તેમના સત્તાવાર નિવાસસ્થાનની સામે લોખંડના બેરિકેડ પર બુલડોઝર ફેરવી દીધું છે. તે સત્તાવાર રીતે પ્રગતિ ભવન (જ્યોતિ રાવ ફૂલે ભવન) તરીકે ઓળખાય છે.

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસે સત્તા મેળવી છે અને રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. શપથ ગ્રહણ પૂર્ણ થતાની સાથે જ લોખંડની જાળી અને દિવાલ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. રેવંત રેડ્ડીએ ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે, તો તેઓ મુખ્યમંત્રીના નિવાસ સ્થાન સામેની બેરિકેડ્સને હટાવી દેશે. શપથ લીધા બાદ રેવંત રેડ્ડીએ તેલંગાણા રાજ્ય માટે પોતાના જીવનનું બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે તેલંગાણા અનેક બલિદાનોના પાયા પર બનેલું રાજ્ય છે. આ સરકાર બનવાથી સમગ્ર તેલંગાણાનો વિકાસ થશે.

એક તરફ મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસ સ્થાન સામેની લોંખડની બેરિકેડ તોડવામાં આવી રહી હતી તો બીજી તરફ મુખ્યમંત્રી લાલ બહાદુર સ્ટેડિયમમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યુ કે, તેલંગાણાના લોકોએ 10 વર્ષ મૌન સહન કર્યું અગાઉની સરકારે લોકોની વેદનાની પરવા કરી નથી.અમે લોકોની પરવા કરીશું.

તેમણે કહ્યુ કે,લોકો ગમે ત્યારે પ્રજા ભવનમાં આવી શકે છે. કોંગ્રેસે તેલંગાણાને આપ્યું છે. અમે શહીદોની આકાંક્ષાઓને પૂર્ણ કરીશું. લોકો તેલંગાણા સરકારમાં ભાગીદાર છે. આ પહેલા રેવંત રેડ્ડીએ તેલંગાણા લોકોની સરકાર લખેલા બેનર હેઠળ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેમની સરકારમાં કુલ 10 મંત્રીઓ છે.

રેવંત રેડ્ડીએ તેમના સત્તાવાર નિવાસસ્થાનની બહાર બનાવેલી લોખંડની જાળીની દિવાલ અને બેરિકેડ્સને હટાવી દીધા, જ્યારે બીજી તરફ, તેમણે શપથ સમારોહના મંચ પર જ બે ફાઇલો પર હસ્તાક્ષર કર્યા. આમાં પ્રથમ ફાઇલ રાજ્યમાં છ ચૂંટણી ગેરંટી લાગુ કરવાની હતી. તેમણે વિકલાંગ મહિલાને નોકરી આપવા માટે બીજી ફાઇલ પર સહી કરી. CM એ મહિલાઓને પણ મળ્યા હતા. આ દરમિયાન રાજ્યના મુખ્ય સચિવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા.

રેવંત રેડ્ડી, જેઓ એક વખત MLC, બે વખત MLA અને એક વખત MP રહ્યા છે, તેઓ પોતાની ગતિએ કામ કરે છે. તેમના વિશે એવું કહેવામાં આવે છે કે તે ક્યારેય હાર માનતા નથી. કોંગ્રેસ પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં જમીનદારોના તેલંગાણાને લોકોના તેલંગણામાં પરિવર્તિત કરવાનું વચન આપ્યું હતું. રેવંત રેડ્ડી શપથ લીધા બાદ તે જ અંદાજ જોવા મળ્યા હતા. અધિકારીઓ પણ તેના વલણથી વાકેફ છે. એવી ચર્ચા છે કે રેવંત રેડ્ડી વધુ ચોંકાવનારા નિર્ણય લઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp