પાંચ વર્ષ પછી રેલવે કુલીઓનું વેતન વધ્યું, જાણો શું છે નવા દર

PC: khabarfast.com

કુલીઓએ હવે જૂના વેતન પર કામ કરવું પડશે નહીં. રેલવે બોર્ડે કુલીઓની સુવિધામાં વધારો કર્યા પછી વેતન વધારવાના આદેશ આપ્યા છે. વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને માલસામાન વહન કરવા માટે કુલીઓના દરમાં વધારો કરવાની જૂની માગણી હતી. આ સિવાય તેમને રેલવે કર્મચારીઓની જેમ અનેક પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે.

રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સામાન વહન કરનારા કુલીઓના દર (વેતન) લગભગ પાંચ વર્ષ પછી વધારવામાં આવ્યા છે. રેલવે બોર્ડના આદેશ પછી રાયપુર ડિવિઝનમાં આનો અમલ કરવામાં આવ્યો છે. બોર્ડે કહ્યું કે, તેને દેશભરના તમામ 68 વિભાગોમાં લાગુ કરવામાં આવે. અધિકારીએ કહ્યું કે, ઝોનલ રેલ્વેના જનરલ મેનેજરને કુલીના દરોની સમીક્ષા અને તર્કસંગત બનાવવાનો અધિકાર હશે.

રેલવે અધિકારીએ કહ્યું કે, જો વજન 40 કિલોથી વધુ હોય તો રેલ મુસાફરોએ તેના માટે 250 રૂપિયાના બદલે 340 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે, વૃદ્ધ અથવા બીમાર વ્યક્તિને વ્હીલ ચેર પર લાવવા માટે, 130 રૂપિયાની જગ્યાએ 180 રૂપિયા ચૂકવવા પડશે. બીમાર વ્યક્તિને સ્ટ્રેચર પર લાવવા માટે તમારે 200 રૂપિયાની જગ્યાએ 270 રૂપિયા ચૂકવવા પડશે.

કુલીઓ માટે ઉપરોક્ત વેતન દરો દેશભરના મુખ્ય રેલ્વે સ્ટેશનો (A1 અને A શ્રેણી) પર લાગુ થશે. જ્યારે, નાના રેલવે સ્ટેશનો પરના દરો થોડા ઓછા હશે. રેલ યાત્રીઓ પાસેથી જો નિર્ધારિત દર કરતા વધુ પૈસા માંગવામાં આવે તો તેઓ સ્ટેશન માસ્ટરને ફરિયાદ કરી શકશે. રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે, દરોમાં વધારાથી કુલીને આર્થિક રીતે ફાયદો થશે.

સામાજિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રેલ્વે બોર્ડે ઘણા વર્ષોથી કુલીઓને મફત તબીબી સારવાર, શિક્ષણ, ટ્રેન પાસ વગેરે આપવાનું શરૂ કર્યું હતું. કુલીઓ અને તેમના પરિવારજનો રેલવે હોસ્પિટલોમાં મફત સારવાર મેળવી શકશે. જેમાં પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના કાર્ડ ધારકો આ સુવિધાનો લાભ લઈ શકશે. આ ઉપરાંત દર વર્ષે કુલીઓને ત્રણ લાલ શર્ટ અને એક ગરમ શર્ટ આપવામાં આવે છે. ઉપરાંત, તેમને દર વર્ષે પાસ અને પ્રિવિલેજ ટિકિટ ઓર્ડર (PTO) આપવામાં આવે છે. સ્ટેશન પર કુલીઓને આરામ ખંડની સુવિધા આપવામાં આવી છે. તેમાં TV, પાણી, બેડ વગેરે જેવી જરૂરી સુવિધાઓ હશે. કુલીઓના બાળકો માટે રેલ્વે શાળામાં મફત શિક્ષણની પણ સુવિધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp