હિજાબ પછી,જીન્સ-T-શર્ટ પહેરવા પર મનાઈ,મુંબઈની કોલેજના નિર્ણયથી વિદ્યાર્થીઓ નારાજ

PC: bhaskar.com

હિજાબ પર પ્રતિબંધ પછી મુંબઈની કોલેજોમાં જીન્સ અને T-શર્ટ પહેરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. સોમવારે, જીન્સ અને T-શર્ટ પહેરેલા વિદ્યાર્થીઓને ચેમ્બુરના NG આચાર્ય અને DK મરાઠે કોલેજના ગેટ પર રોકવામાં આવ્યા હતા. કોલેજે એક નવો ડ્રેસ કોડ બહાર પાડ્યો છે. થોડા દિવસ પહેલા જ બોમ્બે હાઈકોર્ટે કોલેજમાં હિજાબ પ્રતિબંધને પડકારતી અરજી ફગાવી દેવામાં આવી હતી.

આચાર્ય એન્ડ મરાઠે કોલેજ દ્વારા 27 જૂને બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર ફાટેલા જીન્સ, ટી-શર્ટ, ખુલ્લા કપડા અને જર્સીની મંજૂરી નથી. આ નોટિસ કોલેજના પ્રિન્સિપાલ ડો. વિદ્યાગૌરી લેલે દ્વારા બહાર પાડવામાં આવી છે. તેઓ કહે છે, 'વિદ્યાર્થીઓએ કેમ્પસમાં ઔપચારિક અને યોગ્ય પોશાક પહેરવો જોઈએ. તેઓ હાફ-શર્ટ અથવા ફુલ-શર્ટ અને ટ્રાઉઝર પહેરી શકે છે.

કોલેજની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'છોકરીઓ કોઈપણ ભારતીય અથવા પશ્ચિમી પોશાક પહેરી શકે છે. વિદ્યાર્થીઓએ ધર્મ અથવા સાંસ્કૃતિક અસમાનતાને પ્રતિબિંબિત કરતો કોઈ પોશાક પહેરવો જોઈએ નહીં. ગ્રાઉન્ડ ફ્લોર પર કોમન રૂમમાં જઈને નકાબ, હિજાબ, બુરખો, સ્ટોલ, ટોપી, બિલ્લા વગેરે કાઢી નાખવાના રહેશે અને તે પછી જ તેઓ આખા કોલેજ કેમ્પસમાં ફરી શકશે.'

ઘણા વિદ્યાર્થીઓએ ગોવંડી નાગરિક સંઘના અતીક ખાનને ફરિયાદ કરી હતી. મીડિયા સૂત્રો સાથે વાત કરતાં ખાને કહ્યું, 'ગયા વર્ષે તેઓએ હિજાબ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ વર્ષે, જીન્સ અને T-શર્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે ફક્ત કોલેજ જતા યુવાનો જ નહીં પરંતુ તમામ ધર્મ અને જાતિના લોકો પહેરે છે. જો કે, કોલેજનું કહેવું છે કે તે માત્ર કોર્પોરેટ જગત માટે વિદ્યાર્થીઓને તૈયાર કરી રહી છે.

કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. લેલેએ જણાવ્યું હતું કે 'અમે ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ યોગ્ય કપડાં પહેરે. અમે કોઈ યુનિફોર્મ લાવ્યા નથી, પરંતુ તેમને ઔપચારિક ભારતીય અથવા પશ્ચિમી કપડાં પહેરવાનું કહ્યું છે. છેવટે, આ તે છે જે તેઓને નોકરી મળી જાય પછી તેમની પાસેથી પહેરવાની અપેક્ષા રાખવામાં આવશે. પ્રિન્સિપાલના જણાવ્યા અનુસાર, એડમિશન વખતે જ વિદ્યાર્થીઓને આ ડ્રેસ કોડ વિશે માહિતી આપવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp