પહેલા સીટ શેરિંગ પછી બીજી વાત..ચૂંટણી પરિણામો બાદ અખિલેશની કોંગ્રેસને સ્પષ્ટ વાત

PC: indiatoday.in

INDIA ગઠબંધનની બેઠકની તારીખ બદલાઈ ગઈ છે. આ બેઠક 6 તારીખે થવાની હતી, પરંતુ હવે આ બેઠક 17 સપ્ટેમ્બરે થશે. 6 તારીખે થનારી બેઠકમાં મમતા બેનર્જી અને નીતિશ કુમાર બાદ અખિલેશ યાદવે પણ જવાની ના પાડી દીધી હતી. કોંગ્રેસને 3 રાજ્યોનું ચૂંટણીમાં મળેલી હાર બાદ INDIA ગઠબંધનના સાથીઓ પાસેથી ઝટકો મળી રહ્યો છે કેમ કે હવે અખિલેશ યાદવ જેવા નેતા કોંગ્રેસને વધારે સ્પેસ આપવાના મૂડમાં નથી અને આ પાર્ટીઓએ પણ કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી છે, પરંતુ આ વાત માત્ર નારાજગી સુધી નથી.

હવે અખિલેશ યાદવ જેવા નેતા કોંગ્રેસ સાથે માત્ર સીટોની વહેંચણી પર વાત કરવા માગે છે એટલે કે પહેલા સીટ નક્કી થઈ જાય, ત્યારબાદ ગઠબંધનમાં બાકી નિર્ણય લેવામાં આવશે. મંગળવારે અખિલેશ યાદવે એક મોટું નિવેદન આપ્યું. અખિલેશ યાદવે કહ્યું કે, INDIA ગઠબંધન અગાઉ જે વાતો નક્કી થઈ હતી, જે જ્યાં મજબૂત હશે, તેને ત્યાં બીજી પાર્ટી મદદ કરશે. આ ફોર્મ્યૂલા પર INDIA ગઠબંધને આગળ વધવું પડશે.

આ અગાઉ વારાણસીમાં અખિલેશ યાદવે કહ્યું હતું કે ચૂંટણી પરિણામો સાથે જ અહંકાર પણ સમાપ્ત થઈ ગયો. એટલે કે હવે જો INDIA ગઠબંધનની જે બેઠક હશે, તેમાં સીટોનું ફોર્મ્યૂલા નક્કી થઈ જાય. ત્યાં સુધી આગળની વાત થવી મુશ્કેલ. એક બાદ એક નિવેદન ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને પરેશાન કરનારા છે. અખિલેશ યાદવના આ બંને નિવેદન દેખાડી રહ્યા છે કે ઉત્તર પ્રદેશમાંમાં હવે અખિલેશ યાદવ કોંગ્રેસને વધુ સીટો આપવાના મૂડમાં નથી.

સમાજવાદી પાર્ટીના પ્રવક્તા ફખરૂલ હસન ચંદે જણાવ્યું હતું કે કોંગ્રેસની હેસિયત ઉત્તર પ્રદેશમાં અમેઠી અને રાયબરેલીથી વધુ નથી. એવામાં હવે કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં ત્યાં સુધી સીમિત રહેવું પડશે. હવે INDIA ગઠબંધનને લઈને આગળ કઈ રીતે વધવામાં આવે, તેના પર બેક રૂમ વાતચીત શરૂ થઈ ચૂકી છે. અખિલેશ યાદવ સાથે પણ કોંગ્રેસનું હાઇકમાન સંપર્કમાં છે, પરંતુ અસલી જડ સીટોની વાતચીત છે. જો કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં વધુ સીટો માગશે તો વાતચીત ટ્રેક પરથી ઉતરી જશે. બીજી તરફ ઉત્તર પ્રદેશમાં પાર્ટી દરેક પરિસ્થિતિમાં પોતાની તાકત વધારવા અને દેખાડવાના મૂડમાં છે.

અજય રાય પણ ઉત્તર પ્રદેશમાં ઝૂકવા તૈયાર નથી એટલે જો SPના નેતા કોંગ્રેસને રાયબરેલી અને અમેઠી સુધી સીમિત રહેવાની વાત કરે છે તો અજય રાય મેનપુરી અને કન્નોજમાં પણ કોંગ્રેસની જીતની વાતો કરે છે એટલે કે રાજ્ય સ્તર પર SP અને કોંગ્રેસ વચ્ચેનો વિવાદ પરિણામો બાદ ઓછા થયા નથી. રાજકારણ તો એમ જ કહે છે કે વર્ષ 2024 માટે વિપક્ષનું ગઠબંધન તો હશે, પરંતુ કોંગ્રેસે કદાચ ઉત્તર પ્રદેશ માટે ખૂબ ઝુકીને આવવું પડશે કેમ કે કોંગ્રેસે 3 રાજ્યોમાં ચૂંટણી હાર બાદ નેતૃત્વ કરવાની પોતાની પોઝિશન ગુમાવી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp