ચૂંટણી પછીથી મૌન વસુંધરાનો સુર અચાનક બદલાઈ કેમ ગયો, રાજસ્થાનમાં શું કરવાના છે?
વસુંધરા રાજે રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી CM પદના પ્રબળ દાવેદાર હતા. પાર્ટીએ પહેલા CM ચહેરા વગર ચૂંટણી લડવાની જાહેરાત કરી અને પછી જીત્યા પછી સરકારની કમાન ભજનલાલ શર્માને સોંપી. લગભગ 10 મહિના પહેલા CM પદ માટે ભજનલાલ શર્માના નામનો પ્રસ્તાવ પણ વસુંધરા રાજે દ્વારા ધારાસભ્ય દળની બેઠકમાં મૂકવામાં આવ્યો હતો. ત્યારથી, વસુંધરાની રાજકીય કારકિર્દી વિશે ઘણી અટકળો થઈ રહી છે, પરંતુ પૂર્વ CM ચૂંટણી પછીથી મૌન રહ્યા. વસુંધરા રાજેનો સુર હવે અચાનક બદલાઈ ગયો છે.
સિક્કિમના ગવર્નર ઓમ માથુરના સન્માનમાં આયોજિત સન્માન સમારોહ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'ઓમ માથુર ગમે તેટલી ઉંચાઈએ પહોંચ્યા હોય, તેમના પગ હંમેશા જમીન પર જ રહે છે. તેથી જ તેમના ચાહકો પણ અસંખ્ય છે. નહીં તો, એવા ઘણા લોકો છે, જેને 'પિત્તળની નથ' પણ મળી જાય તો પોતાને સોની સમજે છે.' વસુંધરા રાજેની આ ટિપ્પણીએ નવી ચર્ચાને જન્મ આપ્યો છે. કેટલાક લોકો વસુંધરા રાજેની આ ટિપ્પણીને CM ભજનલાલ સાથે જોડી રહ્યા છે, તો કેટલાક તેને મદન રાઠોડ સાથે જોડી રહ્યા છે, જે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હતા.
આ ટિપ્પણી કોના માટે કરવામાં આવી હતી, તે તો માત્ર વસુંધરા રાજે જ જાણે છે, પરંતુ એ વાત પણ ચર્ચાઈ રહી છે કે ચૂંટણી પછીથી ચૂપ રહેલા વસુંધરા રાજેનો સુર અચાનક કેમ બદલાઈ ગયો, તેઓ પોતાની અકડ કેમ બતાવી રહ્યાં છે? રાજકીય વિશ્લેષક અમિતાભ તિવારીએ કહ્યું કે, વસુંધરા રાજે રાજસ્થાન BJPનું પાવર સેન્ટર હતું, પરંતુ છેલ્લા એકાદ વર્ષમાં સંજોગો એવા બદલાયા છે કે, તેઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે. આને સત્તા પરિવર્તનની અસર કહો કે શું, અગાઉ વસુંધરાની પ્રદક્ષિણા કરતા જોવા મળતા નેતાઓ અને ધારાસભ્યો હવે તેમનાથી અંતર જાળવી રહ્યા છે. તેમની ટિપ્પણી નેતાઓની વર્તણૂકમાં પોતાના પ્રત્યે આવેલા પરિવર્તન પર તેમની નિરાશા દર્શાવે છે. સરકારમાં નહીં, સંગઠનમાં કે અન્ય કોઈ જવાબદારીમાં, મહારાણી હવે પોતાની અકડ બતાવી રહ્યા છે, તો તેની પાછળનું કારણ તેમનું ગુમાવેલું રાજકીય ગૌરવ પાછું મેળવવાનો પ્રયાસ જ છે.
आदरणीय श्री ओम माथुर जी चाहे कितनी ही बुलंदियों पर पहुँचें, इनके पैर सदा ज़मीन पर रहें हैं। इसीलिए इनके चाहने वाले भी असंख्य हैं। ओम माथुर जी ऊपर से गरम, भीतर से नरम है, जिन्होंने छत्तीसगढ़ में कमल खिला कर असंभव को संभव किया।
— Vasundhara Raje (@VasundharaBJP) September 3, 2024
राज्यपाल शक्ति रहित नहीं, शक्ति सहित होता है। संविधान… pic.twitter.com/GH5isTZQnH
એક પાસું એ પણ છે કે વસુંધરા રાજે 71 વર્ષના છે. BJPની અઘોષિત નીતિ 75 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ આપવાનું ટાળીને માર્ગદર્શક મંડળમાં મૂકવાની રહી છે. રાજસ્થાનમાં આગામી ચૂંટણી સુધીમાં વસુંધરા BJPમાં સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિની વય મર્યાદા સુધી પહોંચી ગયા હશે. વસુંધરા રાજે હવે સક્રિય રાજકારણમાં સુસંગત રહેવાના પડકારનો સામનો કરે છે.
વસુંધરા રાજે સિંધિયાના પુત્ર દુષ્યંત પણ રાજકારણમાં છે. દુષ્યંત ઝાલાવાડ-બારાં સીટથી ચોથી વખત સાંસદ છે. જ્યારે BJPએ CM માટે ભજનલાલ શર્માનું નામ આગળ કર્યું અને તેનો પ્રસ્તાવ વસુંધરા રાજેએ પોતે મૂક્યો, ત્યારે એવું કહેવામાં આવ્યું કે, પાર્ટીએ તેમને દુષ્યંતને લઈને કોઈ મોટી ખાતરી આપી હશે. વસુંધરા રાજેનો રાજનીતિનો સ્વભાવ પણ એવો નથી રહ્યો કે, એવું માની શકાય કે તેઓ એક સમર્પિત સૈનિકની જેમ હાઈકમાન્ડના દરેક નિર્ણયને સ્વીકારશે. લોકસભા ચૂંટણી પછી કેન્દ્રમાં સતત ત્રીજી વખત મોદી સરકાર બની હતી, પરંતુ દુષ્યંત ખાલી હાથ રહ્યા હતા. ચોથી વખત ધારાસભ્ય બનેલા દુષ્યંત મોદી કેબિનેટમાં સ્થાન મેળવવાથી વંચિત રહ્યા.
चाहत बेशक आसमां छूने की रखो,
— Vasundhara Raje (@VasundharaBJP) September 3, 2024
लेकिन पाँव हमेशा ज़मीं पर रखो!
आज जयपुर में सिक्किम के माननीय राज्यपाल श्री ओम प्रकाश माथुर जी के सम्मान में आयोजित नागरिक अभिनंदन कार्यक्रम में सम्मिलित होकर उनके सफ़लतम कार्यकाल की शुभकामनाएं प्रेषित की।#Rajasthan pic.twitter.com/icHSxPKVcZ
વસુંધરા રાજે સિંધિયાના વલણ પાછળ એક આ પરિબળ પણ હોઈ શકે છે કે, લોકસભા ચૂંટણીમાં દુષ્યંતની ટિકિટ કન્ફર્મ રહે છે. દુષ્યંત ચાર વખતના સાંસદ છે અને હવે જ્યારે પાર્ટીએ વસુંધરા રાજેના પડછાયામાંથી બહાર આવવા માટે મોટા પગલાં લીધાં છે, ત્યારે ભૂતપૂર્વ CMને ચિંતા હોવી જોઈએ કે પાર્ટી ચાર વખત સત્તા વિરોધી હોવાનો ઉલ્લેખ કરીને તેમના પુત્રને ટિકિટ ન આપે અને તેની ટિકિટ કાપી નાંખે. તાજેતરની લોકસભા ચૂંટણીમાં BJPએ પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીના પુત્ર અને UPની પીલીભીત બેઠક પરથી સાંસદ વરુણ ગાંધીની ટિકિટ રદ કરી હતી.
2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં એકલા હાથે પૂર્ણ બહુમતીનો આંકડો પાર કરનાર BJP તાજેતરની લોકસભા ચૂંટણીમાં માત્ર 240 બેઠકો જ જીતી શકી હતી. રાજસ્થાનમાં બંને ચૂંટણીમાં તમામ 25 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કરનાર BJPને આ વખતે 11 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણીમાં રાજ્યની બેઠકો પર પાર્ટીના નબળા પ્રદર્શનને પણ વસુંધરા રાજે માટે આપત્તિની તક ગણવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp