વારાણસીમાં રાહુલ ગાંધીની યાત્રાનો વિરોધ, કાફલો પસાર થયા બાદ ગંગાજળથી ધોયો રોડ

PC: aajtak.in

ઉત્તર પ્રદેશના વારાણસીમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા રામ ભક્તોએ વિરોધ કર્યો. હવે ભાજપીઓએ એ રસ્તાને ગંગાજળથી ધોઈને શુદ્ધ કર્યો, જ્યાંથી રાહુલ ગાંધી પસાર થયા. સવારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા કાઢવાના થોડા સમય બાદ જ જ્યાં રામ ભક્તોએ તેમને જય શ્રીરામ લખેલો ભગવો ઝંડો દેખાડ્યો. ત્યારબાદ ભાજપીઓએ રાહુલ ગાંધીના એ પડાવનું શુદ્ધિકરણ કર્યું, જ્યાંથી તેમણે પોતાનું સંબોધન આપ્યું હતું. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શહેરના ગોદોલિયા ચોક પર થોડા સમય સુધી રોકાઈ હતી.

આ દરમિયાન રાહુલ ગાંધીએ ત્યાં પોતાનું સંબોધન આપ્યું હતું. ત્યારબાદ જેવી જ યાત્રા આગળ વધી, તેવા જ ત્યાં પહેલા ભેગા થયેલા ભાજપી પહોંચી ગયા અને ગોદોલિયા ચોકને ગંગાજળથી ધોવાનું શરૂ કરી દીધું. એમ કરવા પાછળ ભાજપીઓની દલીલ હતી કે રાહુલ ગાંધી જેવા ભ્રષ્ટ અને ગૌ હત્યારાઓનો સાથ આપનાર કાશીમાં આવી જવાથી કાશી અશુદ્ધ થઈ ગઈ છે. એટલે એ લોકો તરફથી 51 લીટર ગંગાજળથી ચોક પર શુદ્ધિકરણ કરવામાં આવ્યું.

વારાણસીમાં આજે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન ગરમાવો વધી ગયો હતો. તેમની યાત્રા શરૂ થવાના થોડા સમય બાદ રોડ કિનારે રામ ભક્તોએ જય શ્રી રામના નારા લગાવતા જય શ્રી રામ લખેલા ભગવો ઝંડા પણ દેખાડ્યા. આ દરમિયાન રાહુલ ગાંધી વિરુદ્ધ રામ ભક્તોએ જોરદાર નારેબાજી કરી બતાવ્યું કે રાહુલ ગાંધી સનાતન વિરોધી અને રામ વિરોધી હંમેશાંથી રહ્યા છે. એટલે તેમના હંમેશાં કાશીના રામ ભક્ત વિરોધ કરતા રહેશે.

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગોલગડ્ડા વિસ્તારથી 10 કિલોમીટરની સફર નક્કી કરવા માટે નીકળી. એવા જ રામ ભક્તો તરફથી રાહુલ ગાંધીને વિરોધનો સામનો કરવો પડ્યો. રામ ભક્તોમાંથી એક રાહુલ મિશ્રાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી અને તેમની પાર્ટી કોંગ્રેસ હંમેશાંથી જ રામના અસ્તિત્વને નકારતી આવી રહી છે. પછી એ રામસેતુનો કેસ હોય કે રામ મંદિરનો. કોંગ્રેસી કોર્ટમાં વકીલ બનીને હંમેશાં રામ વિરોધી બની રહ્યા છે. એટલે એવા રામ વિરોધીનું હંમેશાં કાશીની ધરતી પર વિરોધ કરવામાં આવશે.

આગળ પણ જ્યારે રાહુલ ગાંધી કાશી આવશે તેમનો રામ ભક્ત વિરોધ કરશે, જો કે, ન તો કોંગ્રેસીઓ તરફથી અને ન તો રાહુલ ગાંધી તરફથી તેને લઈને કોઈ પ્રકારની પ્રતિક્રિયા જોવા મળી હતી, પરંતુ રાહુલ ગાંધીના વિરોધના સમયે તેમનો એક સમર્થક રામ ભક્તો સામે આવીને ઊભો થયો અને રામ ભક્તોને કાળો વાવટો દેખાડવા લાગ્યો. આગળ તણાવ વધે એ અગાઉ બંને જ નારેબાજી કરતા પોત પોતાના રસ્તે જતા રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp