UP પોલીસમાં પણ અગ્નિવીર? વાયરલ થયું લેટર તો DGPએ આપી સફાઇ, જાણો શું બોલ્યા

PC: thestatesman.com

ઉત્તર પ્રદશ પોલીસમાં આઉટસોર્સિંગથી ભરતીનો એક સત્તાવાર પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ લેટરમાં DGP મુખ્યાલય તરફથી બધા પોલીસ કમિશનર, ADG ઝોનને કહેવામાં આવ્યું છે કે પોલીસ વિભાગમાં આઉટસોર્સિંગના માધ્યમથી તમામ પદ ભરવાના છે. આ લેટર સામે આવ્યા બાદ વિવાદ શરૂ થઈ ગયો અને હોબાળો વધતો જોઈને પોલીસ તરફથી મોડી રાત્રે સફાઇ આપવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું કે, આ લેટર ત્રુટિવશ જાહેર થઈ ગયો હતો, જેને રદ્દ કરી દેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશ પોલીસ તરફથી સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારનું કોઈ પણ પ્રકરણ પોલીસ વિભાગ અને શાસન સ્તર પર વિચારાધીન નથી. ઉત્તર પ્રદેશ પોલીસે ટ્વીટ કરીને જણાવ્યું કે, સોશિયલ મીડિયામાં પોલીસ વિભાગમાં આઉટસોર્સિંગના સંબંધમાં એક પત્ર પ્રસારિત થઈ રહ્યો છે, જેના સંબંધમાં અવગત કરાવવા છે કે આ પત્ર ત્રુટિવશ જાહેર થઈ ગયો છે. પોલીસ વિભાગમાં ચોથા ક્લાસના કર્મચારીઓની આઉટસોર્સિંગની વ્યવસ્થા અગાઉથી ચાલી રહી છે, આ સંબંધમાં પત્ર જાહેર કરવાનો હતો, જે ત્રુટિવશ મિનિસ્ટીરિયલ સ્ટાફ માટે જાહેર થઈ ગયો છે.

એવો કોઈ પ્રસ્તાવ પોલીસ વિભાગ અને શાસન સ્તર પર વિચારાધીન નથી. આ પત્ર ભૂલથી જાહેર થઈ ગયો છે જેને રદ્દ કરી દેવામાં આવ્યો છે. વાયરલ થઈ રહેલા પત્રમાં લખ્યું છે કે અવગત કરાવવા છે કે પોલીસ વિભાગના કાર્યોમાં થઈ રહેલી ઉત્તરોત્તર વૃદ્ધિને જોતા લિપિકિય સંવર્ગમાં સ્વીકૃત પદોના અતિરિક્ત વર્તમાનમાં વિભાગની તાત્કાલિક જરૂરિયાતોની પૂરતી માટે સહાયક ઉપનિરીક્ષણ (લિપિક), સહાયક ઉપ નિરીક્ષક (લેખા) અને ઉપનિરીક્ષક ગોપનીય)ના પદો પર આઉટ સોર્સિંગના માધ્યમથી સેવાઓ માટે જવા પર વિચાર કરવાનો પ્રસ્તાવિત છે.

આ લેટરમાં કહેવામાં આવ્યું છે કે, આઉટસોર્સિંગના માધ્યમથી સેવાઓ લાવવાના સંબંધમાં પોતાના વિચાર આ મુખ્યાલયને એક અઠવાડિયાની અંદર ઉપલબ્ધ કરાવવાની કૃપા કરો, જેથી ઉત્તર પ્રદેશ પ્રશાસનને અવગત કરાવી શકાય. DGP પ્રશાંત કુમારે કહ્યું કે, સોશિયલ મીડિયામાં પોલીસ વિભાગમાં આઉટ સોર્સિંગના સંબંધં એક પત્ર પ્રસારિત થઈ રહ્યો છે, તેના સંબંધમાં અવગત કરાવવા છે કે આ પત્ર ત્રુટિવશ જાહેર થઈ ગયો છે. પોલીસ વિભાગમાં ચોથા ક્લાસના કર્મચારીઓની આઉટસોર્સિંગની વ્યવસ્થા અગાઉથી ચાલી રહી છે. આ સંબંધમાં પત્ર જાહેર કરવાનો હતો, જે ત્રુટિવશ મિનિસ્ટીરિયલ સ્ટાફ માટે જાહેર થઈ ગયો છે.

એવો પ્રસ્તાવ પોલીસ વિભાગ અને શાસન સ્તર પર વિચારાધીન નથી. આ પત્ર ખોટી રીતે જાહેર થઈ ગયો છે જેને રદ્દ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ આ મુદ્દાને પોતાની ચૂંટણી સભામાં ઉઠાવ્યો હતો. અખિલેશ મોટા ભાગે પોતાની સભાઓમાં કહેતા હતા કે, મને પોલીસના આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ભારતીય સેનાની જેમ હવે પોલીસકર્મીઓની ભરતી પણ હવે 3 વર્ષ માટે જ થશે. પોલીસમાં પણ હવે અગ્નિવીર યોજનાની જેમ યોજના આવવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp