પાતાલકોટ એક્સપ્રેસના 150 પેસેન્જરો માટે દેવદૂત બન્યા રેલવે ગેટમેન યશપાલ

PC: financialexpress.com

ઉત્તર પ્રદેશના આગરામાં રેલવે ક્રોસિંગ પર એક ગેટમેનની સમજણથી મોટી ઘટના ટળી ગઈ. જો ગેટમેન યશપાલ સિંહે તાત્કાલિક અને સમજણથી કામ ન લીધુ હોત તો પાતાલકોટ એક્સપ્રેસના ડબ્બામાં લાગેલી આગ ભયંકર દુર્ઘટનામાં ફેરવાઈ ગઇ હોત. બુધવારે ભાંડઈ સ્ટેશનની પાસે એક રેલવે ક્રોસિંગ પર તૈનાત ગેટમેન યશપાલે જોયું કે ટ્રેનના એન્જિનના ચોથા કોચમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને ટ્રેનની અંદર કોઇને પણ આ વાતની જાણકારી નહોતી. તેમણે આ ઘટનાની જાણકારી તરત ઉચ્ચાધિકારીઓને આપી દીધી. ગેટમેન યશપાલે તરત ભાંડઈ સ્ટેશનના ઉપ સ્ટેશન અધીક્ષક હરિદાસને ફોન કર્યો અને એન્જિનના કોચમાંથી ધુમાડો નીકળવાની જાણકારી આપી. ત્યાર બાદ હરિદાસે કન્ટ્રોલ રૂમને આ બાબતે જાણકારી આપી. જેને લીધે સમય રહેતા ઘટના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો.

આગરા મંડળમાં ઈન્ટરનલ કમ્યુનિકેશનની જાણકારી રાખનારા એક સૂત્રએ જણાવ્યું કે, જ્યારે ટ્રેન ભાંડઈ સ્ટેશન પહોંચવા પહેલા બુધવારે બપોરે 3.35 વાગ્યે ગેટથી થઇને પસાર થઇ ત્યારે યશપાલ સિંહે એન્જિનના ચોથા કોચમાંથી ધુમાડો નીકળતા જોયો. ટ્રેનની અંદર કોઇને પણ આ વિશે જાણકારી નહોતી. યશપાલે તરત ઉપ સ્ટેશન અધીક્ષકને ફોન કરી આ બાબતે કન્ટ્રોલ રૂમને જાણ કરવા કહ્યું. ટ્રેન કન્ટ્રોલરે તરત OHE પ્રભારીને અપ અને ડાઉન દિશાઓમાં દરેક ટ્રેનોનો વીજળી પુરવઠો બંધ કરવા અને તેના સંબંધિત સ્થાનો પર રોકવાનો આદેશ આપ્યો. આ સમજણ માટે સીનિયર અધિકારીઓએ પણ ગેટમેન યશપાલની પ્રશંસા કરી.

જોકે, આ ઘટનામાં 11 લોકો આગના સકંજામાં આવ્યા. પણ તેમના જીવ બચી ગયા. ઈજાગ્રસ્તોને તરત હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. 3 કલાકની જદ્દોજહત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે, આ ટ્રેનની તે બે બોગીઓમાં 150થી વધારે પેસેન્જરો સવાર હતા. પાતાલકોટ એક્સપ્રેસ 3.37 વાગ્યે જ્યારે થંભી ત્યાર સુધીમાં તે ભાંડઈ સ્ટેશન ક્રોસ કરી ચૂકી હતી. 10 મિનિટની અંદક ફાયર બ્રીગેડ, એમ્બ્યુલેંસ અને સ્પાર્ટને ઘટના સ્થળે પહોંચવા કહેવામાં આવ્યું. તેની વચ્ચે આગ એન્જિનના ત્રીજા અને ચોથા એમ બે ડબ્બાને પોતાના સકંજામાં લઇ ચૂકી હતી. જોકે, સમય રહેતા દરેક પેસેન્જરોને બહાર કાઢી લેવામાં આવ્યા.

જણાવીએ કે, પાતાલકોટ એક્સપ્રેસ પંજાબના ફિરોજપુર છાવનીથી મધ્ય પ્રદેશના સિવની તરફ જઇ રહી હતી. ત્યારે આગરાથી લગભગ 10 કિમી દૂર ભાંડઈની પાસે આગ લાગી ગઇ. આગ શા કારણે લાગી તેનું કારણ હજુ બહાર આવ્યું નથી. આ ઘટનામાં ટ્રેનના બે ડબ્બા સંપૂર્ણ રીત બળી ગયા છે અને બે અન્ય ડબ્બા પ્રભાવિત થયા છે. ચાર ડબ્બાઓને ટ્રેનથી અલગ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp