ડેપ્યુટી મેયરની ચૂંટણી પહેલા BJPને કોનો ડર? કોર્પોરેટરોને રિસોર્ટમાં મોકલ્યા

PC: indianexpress.com

હરિયાણા અને પંજાબની રાજધાનીઓમાં 27 ફેબ્રુઆરીએ યોજાનારી વરિષ્ઠ ડેપ્યુટી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીઓ પહેલા, BJPએ તેના કાઉન્સિલરોને મોરની એક રિસોર્ટમાં ખસેડ્યા. કોઈપણ પ્રકારના બળવાને રોકવા માટે BJPએ આ પગલું ભર્યું છે. રસપ્રદ વાત એ છે કે, શનિવારે BJP કાઉન્સિલર મહેશ ઈન્દર સિંહ સિદ્ધુના લગ્ન હતા. આ લગ્નમાં પક્ષના વરિષ્ઠ કાઉન્સિલરોને જ લગ્ન સમારોહમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી. લગ્નમાં હાજરી આપ્યા પછી તેમને પરત મોરની લઈ જવામાં આવ્યા હતા.

અહીં તમને જણાવી દઈએ કે, ચંદીગઢના મેયર માટે 30 જાન્યુઆરીએ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં BJPના મનોજ સોનકર વિજેતા જાહેર થયા હતા. પરંતુ BJPને આંચકો ત્યારે લાગ્યો જ્યારે સુપ્રીમ કોર્ટે મેયરની ચૂંટણીના પરિણામોને પલટી નાખ્યા. સુપ્રીમ કોર્ટે AAP-કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા હતા. હવે BJP નેતૃત્વ આગામી પદો પર વિજય સુનિશ્ચિત કરવા માટે કોઈ જોખમ લઈ રહ્યું નથી.

અગાઉ BJPના કાઉન્સિલરોને પંચકુલામાં PWD રેસ્ટ હાઉસ અને કિસાન ભવનમાં રહેવા દેવામાં આવ્યા હતા. જો કે એવું જણાયું હતું કે, તેમનો સરળતાથી સંપર્ક કરી શકાય એમ છે, તેથી તેમને મોરની ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યાં મોબાઈલ સિગ્નલ પણ ખૂબ જ ઓછા રહે છે.

BJPએ આ પગલું એટલા માટે લીધું, કારણ કે વરિષ્ઠ AAP નેતાઓ તેમની પાર્ટીના ત્રણ કાઉન્સિલરોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જેઓ BJPમાં જોડાયા હતા. તેમને પાછા ફરવાની તક આપતા AAPએ કહ્યું કે, આ તેમના માટે ઘર વાપસી હશે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, AAP નેતૃત્વએ BJPમાં જોડાયેલા કાઉન્સિલરોને કહ્યું કે, AAPમાં તેમના માટે હજુ પણ ઘણી સંભાવનાઓ છે.

લેક ક્લબમાં મહેશ ઈન્દર સિંહ સિદ્ધુના લગ્ન સમારોહ દરમિયાન BJPએ કોંગ્રેસના કાઉન્સિલર જસબીર બંટીને પણ પાર્ટીમાં સામેલ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. BJPએ તેમને કહ્યું હતું કે, કોંગ્રેસનું કોઈ ભવિષ્ય નથી. BJPના આ પગલા પર AAPના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, તે પોતાના કાઉન્સિલરોને દેશની બહાર પણ લઈ જઈ શકે છે. તેમણે કાઉન્સિલરોને તેમના પરિવારોથી દૂર રાખવા માટે BJPની ટીકા કરી, કહ્યું કે ઘરમાં કટોકટી આવી શકે છે, અને તેમને તેમના સાથી કાઉન્સિલરના લગ્નમાં હાજરી આપવાની પણ મંજૂરી આપવામાં આવી ન હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp