ગર્ભમાં બાળકને લોહી ચડાવી જીવ બચાવવાનો અનોખો કેસ
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ( AIIMS), દિલ્હીના ડોકટરોએ મહિલાના ગર્ભાશયમાં મરી રહેલા બાળકને બચાવી લીધું છે. હરિયાણાની એક મહિલા એવી છે કે જેના ગર્ભાશયમાં જ 7 બાળકોના અત્યાર સુધી મોત થયા હતા અને 8મું બાળક જન્મ લેવાનું હતું. મહિલાને દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવી હતી.
મહિલાની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે તેની એન્ટીબોડીઝને કારણે બાળક ગર્ભમાં મરી રહ્યુ હતું. મહિલાનું બ્લડ ગ્રુપ R-H નેગેટીવ હતું જેને કારણે બાળક સુધી લોહી પહોંચતું જ નહોતું. ભારતની બધી અગ્રણી બ્લડ બેંકોમાં તપાસ કરી, પરંતુ આ બ્લડ ન મળ્યું. એ પછી ઇન્ટરનેશનલ લેવલે તપાસ કરવામાં આવી તો જાપાનની રેડક્રોસ સોસાયટીમાંથી બ્લડ મળ્યું અને જાપાને 4 યુનિટ બ્લડ AIIMSમાં મોકલ્યું. એ પછી બાળકને ગર્ભમાં જ બ્લડ ચઢાવવામાં આવ્યું. મહિલાની પ્રસુતિ થઇ અને એક સુંદર બાળકીને જન્મ આપ્યો, બાળકી અને માતાની તબિયત સ્થિર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp