અસદુદ્દીન ઓવૈસી વરસ્યા- PM મોદી હિન્દુ રાષ્ટ્રનો ઇતિહાસ લખવા માગે છે તેમણે...

PC: hindustantimes.com

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે બજેટ સત્ર દરમિયાન સદનની અંદર મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યો. તેમણે સીધો વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, આ વડાપ્રધાન નહીં, પૂજારી સમ્રાટ છે. ઓવૈસીએ તીખો પ્રહાર કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી દરેક મસ્જિદને છીનવવા ઈચ્છે છે. વડાપ્રધાન મોદી ઇતિહાસ લખવા માગે છે. એટલું જ નહીં AIMIM ચીફના નિશાના પર વિપક્ષી પાર્ટીઓ પણ રહી. ઓવૈસીએ કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ પોતાની જાતને સેક્યુલર કહે છે, પરંતુ કોઈ પાસે 6 ડિસેમ્બર પર વાત કરવાની હિંમત નથી.

AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે સાંજે લોકસભામાં ગરજતા વડાપ્રધાન મોદી, કેન્દ્ર સરકાર અને વિપક્ષ પર પ્રહાર કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, બાળપણમાં હું જ્યારે ઇતિહાસ વાંચતો હતો તો રાજા મોહનજોદડોનું સ્ટેચ્યૂ દેખાડતા હતા. લાગી રહ્યું છે એ જ થઈ રહ્યું છે. લાગી રહ્યું કે, તેઓ આ દેશના વડાપ્રધાન નહીં પૂજારી સમ્રાટ બની ચૂક્યા છે. મોદી હિન્દુ રાષ્ટ્રનો ઇતિહાસ લખવા માગે છે.

તેમણે રામ જન્મભૂમિ બાબરી વિવાદ પર બોલતા કહ્યું કે, 22 જાન્યુઆરી (રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ)ની બુનિયાદ 6 ડિસેમ્બર 1992ના રોજ રાખી દેવામાં આવી હતી. 22 જાન્યુઆરીની બુનિયાદ 1986માં તાળાં ખોલીને રાખવામાં આવી હતી. 22 જાન્યુઆરીની બુનિયાદ જીવી પંતે રાખી હતી. બાબરી વિધ્વંસનો ઉલ્લેખ કરતા AIMIM ચીફે વિપક્ષ પર પણ પ્રહાર કર્યો.

ઓવૈસીએ સંસદમાં પોતાના ભાષણમાં કહ્યું કે, વિપક્ષી પાર્ટીઓ કે કોઈ પણ પાર્ટી હોય, બધા પોતાની જાતને સેક્યુલર કહે છે, પરંતુ હું ખરાબ છું. કોઈ પણ પાર્ટીની અંદર 6 ડિસેમ્બરનો ઉલ્લેખ કરવાની હિંમત નથી. ઓવૈસીએ દિલ્હીના મહારોલી મસ્જિદનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, તમે એ 600 વર્ષ જૂની મસ્જિદને નોટિસ આપ્યા વિના પાડી દીધી. તમે અજમેર શરીફની દરગાહ પર ચાદર ચઢાવ્યો, પરંતુ મારી ચાદર મારાથી ન છીનવો. કેન્દ્રની મોદી સરકાર મુસ્લિમો પાસે તેમની મસ્જિદ છીનવવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp