જે પ્લેન ન્યૂયોર્કથી દિલ્હી જવાનું હતું તેને ભારતીય ટીમ માટે મોકલી દેવાયુ,હવે...
સારું થયું કે, T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી પોતાના નામે કાયમ કરનારી ભારતીય ટીમ સુરક્ષિત સ્વદેશ આવી ગઇ. તો ભારતીય ક્રિકેટ ટીમને બ્રિજટાઉનથી એર ઈન્ડિયાના જે પ્લેનથી દિલ્હી લાવવામાં આવી, તેને લઈને એક એવી વાત સામે આવી છે જેના કારણે દિલ્હીથી લઈને ન્યૂયોર્ક સુધી હોબાળો મચી ગયો છે. હોબાળાની સ્થિતિ એવી છે કે ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ આ આખા મામલે હસ્તક્ષેપ કરીને તપાસના આદેશ આપવા પડ્યા છે. સાથે જ એ બાબતે પર એર ઈન્ડિયાઅને નોટિસ જાહેર કરીને DGCAએ જવાબ માગ્યો છે.
એર ઈન્ડિયાના જે બોઈંગ 777 232 (LR) પ્લેનથી ભારતીય ટીમને બ્રિજટાઉનથી દિલ્હી લાવવામાં આવી છે, એ પ્લેન ન્યૂયોર્કથી દિલ્હી માટે ફ્લાઇટ નંબર A1 106 તરીકે શેડ્યુલ્ડ હતું. આ પ્લેને 2 જુલાઈએ ફ્લાઇટ નંબર A1 105એ દિલ્હીથી સવારે લગભગ 03:24 વાગ્યે ન્યૂયોર્ક માટે ઉડાણ ભરી હતી. નિર્ધારિત શેડ્યૂલ મુજબ આ પ્લેને ન્યૂયોર્કના સ્થાનિક સમયાનુસાર 2 જુલાઈએ બપોરે 12:00 વાગ્યે દિલ્હી માટે ઉડાણ ભરવાની હતી. પરંતુ એમ ન થયું. શેડ્યુલ્ડ ટાઇમથી થોડા કલાક અગાઉ આ ફલાઈટને કેન્સલ કરી દેવામાં આવી.
ન્યૂયોર્કના સ્થાનિક સમયાનુસાર સવારે લગભગ 10:00 વાગ્યે આ પ્લેને બ્રિજટાઉન માટે શેડ્યુલ્ડ કરી દેવમાં આવ્યો. બ્રિજટાઉન રવાના થવા માટે તૈયાર આ પ્લેનને સ્પેશિયલ ફ્લાઇટ નંબર AIC24WC ફાળવવામાં આવ્યો હતો, AIC24WC એટલે કે એર ઈન્ડિયા ચેમ્પિયન 24 વર્લ્ડ કપ. જો કે, ફરી આ પ્લેન રાત્રે 9:30 વાગ્યા સુધી ન્યૂયોર્કમાં જ ફસાઈ રહ્યો. લગભગ 11 કલાકની મહેનત બાદ આ પ્લેન રાત્રે લગભગ 21:36 વાગ્યે ન્યૂયોર્ક એરપોર્ટથી બ્રિજટાઉન માટે રવાના થયું.
આ પ્લેન સ્થાનિક સમયાનુસાર સવારે લગાબાગ 1:41 વાગ્યે બ્રિજટાઉન એરપોર્ટ પર લેન્ડ થયું. અધિકારીઓ મુજબ, લગભગ 3 કલાકના ઇંતજાર બાદ સ્થાનિક સામે 4:56 વાગ્યે આ પ્લેન સકુશળ દિલ્હીના IGI એરપોર્ટ પર લેન્ડ થઈ ગયું. ન્યૂયોર્ક એરપોર્ટ પર એવી જ આ ખબર મળી કે ફ્લાઇટ નંબર A1 106ને કેન્સલ કરીને બ્રિજટાઉન મોકલી દેવામાં આવી છે, યાત્રીઓએ હોબાળો શરૂ કરી દીધો. ખૂબ મુશ્કેલીથી યાત્રીઓને સમજાવ્યા બાદ એર ઈન્ડિયાએ ન્યૂયોર્કથી લગભગ 20 મિનિટની દૂરી પર સ્થિત નેવાર્ક એરપોર્ટ મોકલવાની વ્યવસ્થા કરી.
યાત્રીઓને બસના માધ્યમથી નેવાર્ક એરપોર્ટ પહોંચાડવામાં આવ્યા અને ત્યાંથી આવતી ફ્લાઇટમાં એડજસ્ટ કરીને નવી દિલ્હી માટે રવાના કરવામાં આવ્યું. એર ઈન્ડિયાના આ પગલાંની જાણકારી મળતા જ DGCA પણ એક્શનમાં આવી ગયું. સામાન્ય યાત્રીઓના હિતોને સર્વોપરી રાખતા DGCAએ એર ઈન્ડિયાને કારણ બતાવો નોટિસ જાહેર કરીને જવાબ માગ્યો છે. જો DGCA એર લઈનના જવાબથી સંતુષ્ટ થતું નથી તો એર ઈન્ડિયાને ફરી એક વખત ભારે ભરકમ દંડનો સામનો કરવો પડી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp