અજીત પવારનો દાવો- શરદ પવારના કહેવા પર શિંદે-ફડણવીસની સરકારમાં સામેલ થયો

PC: hindustantimes.com

અજીત પવારે શુક્રવારે દાવો કર્યો કે, જ્યારે તેમણે એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારમાં સામેલ થવાનો નિર્ણય લીધો તો તેમના કાકા અને નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સુપ્રીમો શરદ પવાર તેમની સાથે હતા. તેમણે કહ્યું કે, એક પારિવારિક ચર્ચા દરમિયાન શરદ પવારે મને સરકારમાં સામેલ થવા કહ્યું. તેમણે કહ્યું કે, તેઓ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દેશે. તેમણે 2 મેના રોજ પુસ્તક વિમોચન સમારોહ દરમિયાન પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી, પરંતુ ત્યારબાદ તેમણે ધારાસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને પૂર્વ સાંસદ આનંદ પરાંજપેને બોલાવ્યા અને તેમને કેટલાક કાર્યકર્તાઓને એકત્ર કરવા અને YB ચવ્હાણ કેન્દ્રમાં તેમના રાજીનામાની માંગને લઈને આંદોલન કરવાનો નિર્દેશ આપ્યો.

અજીત પવારે કહ્યું કે, જો તેઓ (શરદ પવાર) રાજીનામું આપવા માંગતા નહોતા, તો તેમણે અમને કહી દેવું જોઈતું હતું. આ બધાની શું જરૂરિયાત હતી? અજીત પવારે રાયગઢ જિલ્લાના કર્જતમાં આયોજિત પાર્ટીના બે દિવસીય સંમેલનના બીજા દિવસે આ દાવો કર્યો છે. તેમણે દાવો કર્યો કે શરદ પવારે પછી કેટલાક અવસરો પર પણ પલટવાર કર્યો. અજીત પવારે કહ્યું કે, અંતે 2 જુલાઇના રોજ અમે મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈ ગયા. તેમણે 17 જુલાઇના રોજ શપથ લેનારા બધા મંત્રીઓને YB ચવ્હાણ કેન્દ્રમાં બોલાવ્યા.

તેમણે કહ્યું કે, અમે આગામી દિવસે એ બધા ધારાસભ્યો સાથે ફરીથી ત્યાં ગયા તો અમારું સમર્થન કરી રહ્યા હતા. તેમના નજીકના સહયોગીઓએ કહ્યું કે, ટ્રેન ટ્રેક પર છે એટલે અમને આશા હતી કે બધુ જલદી જ સારું થઈ જશે. અમે તેમના સંદેશાની રાહ જોઈ, જે ક્યારેય ન આવ્યો. ઑગસ્ટમાં ઉકેલના સંકેત ફરીથી સામે આવ્યા, જ્યારે શરદ પવારે તેમને અને અન્ય બળવાખોર નેતાઓને બપોરના ભોજન માટે આમંત્રિત કર્યા. હું 12 ઑગસ્ટે જયંત પાટિલ સાથે લંચ મીટિંગ માટે ગયો હતો, પરંતુ કોઈ બીજો સંદેશ ન આવ્યો. જો તેઓ અમારું સમર્થન કરવા માંગતા નહોતા તો પછી કેમ મળતા રહ્યા અને તેની વિરુદ્ધ સંકેત આપતા રહ્યા.

હું એવો આરોપ નહીં લગાવું કે મારી સાથે છળ કર્યું, પરંતુ એ જરૂર કહીશ કે તેઓ મને હંમેશાં અંધારામાં રાખે છે. તેમણે એવી પણ જાહેરાત કરી કે તેમનું જૂથ બારામતીની એ બધી 4 લોકસભા સીટો પર ચૂંટણી લડશે, જે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં NCP જીતી હતી. અજીત પવારે કહ્યું કે, સીટ વહેંચણીની વાતચીત દરમિયાન અમે એ સીટોને હાંસલ કરવાનો પ્રયાસ કરીશું, જે વર્તમાનમાં શિવસેનાના ઠાકરે જૂથ (UBT) પાસે છે, પરંતુ ત્યાં NCPની પણ સારી તાકત છે. અમે બધાને સખત મહેનત કરવાની જરૂરિયાત છે જેથી NDA આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ સીટો જીતી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp