‘બધા મને રાજીનામું આપો હું જોઇશ કે..’, કાર્યકર્તાઓ સાથે બેઠકમાં બોલ્યા અજીત પવાર

PC: thehindu.com

મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં હારની અસર NCP પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર પડી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે એવામાં તેઓ પોતાની પાર્ટીમાં બદલાવ કરવાના મૂડમાં છે. બારામતીના વૃંદાવન ગાર્ડનમાં કાર્યકર્તાઓની બેઠક દરમિયાન અજીત પવારે લોકસભાની ચૂંટણીમાં હાર પર અફસોસ વ્યક્ત કરતા બધા પાસે રાજીનામાની માગ કરી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ બેઠક દરમિયાન કહ્યું કે, બધાએ મને રાજીનામું આપવું જોઇએ. પાછલા દિવસોમાં જે કંઇ થયું તેનાથી મને કોઇ ફરિયાદ નથી. કાર્યકર્તાઓ પાર્ટીની કરોડરજ્જુ છે.

તેમને કહ્યું કે, હું 9 તારીખથી રાજ્યની મુલાકાત લઇ રહ્યો છું. મારે પોતાના ઘરનો ખ્યાલ પણ રાખવાનો છે. લોકસભામાં ઘણા બૂથો પર આપણે પાછળ રહી ગયા. લોકસભા ચૂંટણીમાં જે થયું તેના માટે હું જવાબદાર છું. હું સંગઠનમાં બાલાવ ઇચ્છું છું એટલે બધાએ મને રાજીનામાં આપી દેવા જોઇએ. શહેર, ગ્રામીણ, મહિલા, બધા વિભાગોના લોકો મને પોતાનું રાજીનામું આપી દે, હું જોઇશ કે આગળ શું કરવાનું છે. પવારે એક સાર્વજનિક ભાષણમાં લોકસભામાં હાર પર અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, સુનિલ તટકરે રાયગઢ લોકોસભા ક્ષેત્રમાં ચૂંટાયા અને તેમને થોડી ગરિમા બનાવી રાખી.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં અજીત પવારે શરમનો સામનો કરવો પડ્યો કેમ કે તેમના પત્ની સુનેત્રા પવાર બારામતી ક્ષેત્રથી હારી ગયા. પહેલા પુત્ર અને પછી પત્નીની હાર પર અજીત પવાર સાર્વજનિક નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, મને ખેતી કરવાનું પસંદ છે. આપણે ખેડૂતોના બિલ ચૂકવવા માટે 15 હજાર કરોડ રૂપિયાનો ભાર ઉઠાવ્યો છે. 5 વર્ષના વીજ બિલ માફીના GR પણ કાઢવામાં આવ્યા છે. વિપક્ષે એ વિચાર્યું નહોતું કે હું બજેટ રજૂ કરતી વખત આ પ્રકારના પ્રસ્તાવની જાહેરાત કરીશ.

તેમણે કહ્યું કે, મને આવવામાં થોડો સમય લાગી ગયો, પરંતુ એમ ન વિચારતા કે દાદા પરિણામથી નારાજ છે. મહારાષ્ટ્રમાં લાડકી બહિન યોજનાને લઇને અજીત પવારે કહ્યું કે, જે લોકોએ લોકસભા માટે વોટ નથી આપ્યા, તેમને પણ ફોર્મ ભરવા દો, પાર્ટીને અહી ન લાવો. અલગ અલગ રાજ્યોમાં યોજનાઓ લાગૂ છે. સરકાર ગરીબ લોકોની મદદ કરવા માગે છે, પરંતુ તેમાં લોકોને મૂર્ખ ન બનાવો, જ્યારે કોઇ પણ યોજના રજૂ કરવામાં આવે છે તો કેટલીક ત્રુટીઓ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp