ચૂંટણી પહેલા અજીત પવારને મોટો ઝટકો, પાર્ટીના 3 નેતા શરદ પવાર સાથે જોડાઈ ગયા

PC: x.com/AjitPawarSpeaks

NCPના નેતા અજીત પવારની રાજનીતિક મુશ્કેલીઓ વધી રહી છે. લોકસભાની ચૂંટણીમાં તેમની પાર્ટીને રાયગઢની એક સીટ પર જ જીત મળી હતી. આ હારથી બહાર આવીને વિધાનસભાની ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા કે હવે 4 મોટા નેતાઓએ તેમનો સાથ છોડી દીધો છે અને હવે આ લોકો તેમના કાકા શરદ પવારની પાર્ટીમાં જઇ શકે છે. આ અઠવાડિયાના અંત સુધીમાં આ લોકોની NCP શરદ પવારમાં એન્ટ્રી કરી શકે છે. પિંપરી ચિંચવાડ યુનિટના અધ્યક્ષ અજીત ગવહાએ અજીત પવારને રાજીનામું મોકલ્યું છે.

એ સિવાય સ્ટુડન્ટ વિંગના મુખિયા યશ સાને, પૂર્વ કાઉન્સિલર રાહુલ ભોસલે અને પંકજ ભાલેકર પણ પક્ષ પલટાની તૈયારીમાં છે. આ રાજીનામાં એવા સમયે આવ્યા છે, જ્યારે સમાચાર છે કે અજીત પવારના પક્ષમાં ઘણા ધારાસભ્ય અને નેતા પાછા શરદ પવાર સાથે જઇ શકે છે. ગત દિવસોમાં દિગ્ગજ OBC નેતા છગન ભુજબલેએ પણ શરદ પવાર સાથે લાંબી મુલાકાત કરી હતી. તેમણે મુલાકાતનું કારણ અનામત સહિત ઘણી બાબતે ચર્ચા બતાવી હતી, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેઓ અજીત પવારનો સાથ છોડી શકે છે.

એવી સ્થિતિમાં અજીત પવારની સ્થિતિ NCPમાં પણ નબળી થશે અને વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વધુ સીટોની માગ નહીં કરી શકે. શરદ પવારે ગયા મહિને જ કહ્યું હતું કે જે લોકોએ પાર્ટીને નબળી કરી છે, તેમને પાછા લેવામાં નહીં આવે. જો કે, એવા લોકોને પાછા લઈ શકાય છે, જેમણે પાર્ટીની છબીને નુકસાન પહોંચાડ્યું નથી. જે લોકો પાર્ટીને નબળી કરવા માગે છે, તેમને નહીં લેવામાં આવે, પરંતુ સંગઠનને મજબૂત કરનારા એવા નેતાઓને એન્ટ્રી આપવામાં આવશે, જેમણે પાર્ટીની છબી ખરાબ કરી નથી.

ઉલ્લેખનીય છે કે, અજીત પવારે ગયા વર્ષે પોતાના કાકા સામે બળવો કરી દીધો હતો. તેઓ NCPના લગભગ 40 ધારાસભ્યોને લઈને સરકારનો હિસ્સો બની ગયા હતા અને હવે નાયબ મુખ્યમંત્રી છે. શરદ પવાર અને અજીત પવાર વચ્ચે પાર્ટી પર દાવાને લઈને પણ લાંબી માથાકૂટ ચાલી હતી. અંતમાં ચૂંટણી પંચે અજીત પવારના પક્ષને જ અસલી NCP માની હતી. જો કે, ચૂંટણી પરિણામોએ અજીત પવારને ટેન્શન આપી છે. અજીત પવાર એક તરફ વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે તો નેતાઓના સાથ છોડવાથી તેમની મુશ્કેલી વધી ગઈ છે. તેનાથી તેમની તૈયારીઓને ધક્કો લાગી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp