અંજુ 5 મહિના પછી વાયા વાઘા બોર્ડર ભારત પાછી આવી, શું પાછી પાકિસ્તાન જશે?

PC: naidunia.com

લગભગ 5 મહિના પહેલા ભારતથી પોતાના પ્રેમીને મળવા પાકિસ્તાન ગયેલી અંજુ ત્યાં જઇને ફાતિમા બની ગઇ હતી અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં રહી હતી. હવે 5 મહિના પછી અંજુ ભારત પાછી આવી છે અને તેના બાળકોને મળવા માંગે છે. હવે સવાલ એ છે કે શું અજું ફરી પાકિસ્તાન જશે? તેના પ્રેમી અને નવા પતિ નસરુલ્લાએ આ વિશે શું કહ્યું તે જાણો.

ભારતની અંજુ લગભગ 5 મહિના પછી પાકિસ્તાનથી ભારત પાછી આવી છે. અજુનો પાકિસ્તાની પતિ નસરુલ્લા તેને વાઘો બોર્ડર સુધી છોડવા માટે આવ્યો હતો.નસરુલ્લાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, અંજુ તેના બાળકોને મળવા માટે ભારત પરત ફરી છે અને ટુંક સમયમાં પાકિસ્તાન પાછી આવી જશે.

અંજુ ગયા જુલાઇ મહિનામાં વિઝા લઇને પાકિસ્તાન ગઇ હતી અને ત્યાં જઇને તેણીએ નસરુલ્લા સાથે નિકાહ કરી લીધા હતા અને પોતાનું નામ બદલીને ફાતિમા કરી દીધું હતું. જો કે અજુંના ભારત પરત ફરવા પર તેના પતિ અરવિંદ સાથે વિવાદ વધી શકે છે.

અજું ભારતની છે અને પરણિત છે અને તેના ભારતીય પતિનું નામ અરવિંદ છે. અજુંને બે બાળકો છે અને તે તેના પતિ અરવિંદ પાસે છે. નસરુલ્લાએ કહ્યું કે અજુંને તેના પતિ અરવિંદ સાથે 10 વર્ષથી વિવાદ ચાલે છે અને તેમણે હજુ છુટાછેડા લીધા નથી.

અંજુના ભારતીય પતિ અરવિંદે પહેલાથી કીધેલું છે કે તે અંજુને બાળકો સાથે મળવા નહીં દશે. આ બાબતે અરવિંદે પોલીસમાં ફરિયાદ પણ કરી છે. અજુંના ભારત આવવા પર પોલીસ તેની પુછપરછ કરી શકે છે.

તાજેતરમાં અજુંના પાકિસ્તાની પતિ નસરુલ્લાએ ખુલાસો કર્યો હતો કે અજુંએ પોતાના સંતાનો બાબતે પહેલા ખોટું બોલી હતી. પહેલા અજુંએ કહ્યું હતું કે તેને એક જ સંતાન છે, પરંતુ પાછળથી ખબર પડી હતી કે અજુંને સંતાનમાંએક મોટી પુત્રી પણ છે.

નસરુલ્લાએ કહ્યુ કે અજુંને ભારત મોકલવાની પ્રોસેસમાં મને 1 લાખ રૂપિયાનો ખર્ચ થઇ ગયો છે. વર્ષ 2022માં અજુંને NOC મળી ગઇ હતી અને એ પછી પાકિસ્તાન દુતાવાસે તેણીને વિઝા આપ્યા હતા.

નસરુલ્લાએ કહ્યું કે અંજુ એ વિચારીને નહોતી આવી કે તે આટલા લાંબા સમય સુધી પાકિસ્તાનમાં રહેશે. તેથી જ તેને જવું પડ્યું. અંજુના દસ્તાવેજો તૈયાર છે અને તે ભારતની મુલાકાત બાદ પાકિસ્તાન પરત ફરશે. બાળકોને પાકિસ્તાન લાવવા અંગે નસરુલ્લાએ કહ્યું કે તે શું કરે છે તે અંજુના હાથમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp