પૂર્વ CMની મોનસૂન ઓફર, '100 લાવો, સરકાર બનાવો'
લોકસભા ચૂંટણીમાં ખરાબ પરિણામ આવતા ઉત્તર પ્રદેશ ભાજપમાં ભડકો થયો છે, અંદરોઅંદર ગરમાગરમી જોવા મળી રહી છે, ત્યારે ઉત્તર પ્રદેશના પૂર્વ CM અખિલેશ યાદવ તેમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા હોય એવું લાગે છે. એક ટ્વીટ કરીને અખિલેશ યાદવે ભાજપને મોનસૂન ઓફર આપી છે, જેમાં તેમણે લખ્યું છે કે, 'મોનસૂન ઓફરઃ 100 લાવો, સરકાર બનાવો'. આ ટ્વીટમાં તેઓ UPના DyCM કેશવ પ્રસાદ મૌર્યને ઓફર આપી રહ્યા હોય તેવું કહેવાય છે, જેમાં અખિલેશ યાદવ કહે છે કે 100 ધારાસભ્ય લાવો અને સરકાર બનાવો. આ પહેલીવાર નથી અગાઉ પણ અખિલેશ યાદવે કેશવ પ્રસાદ મૌર્યને કહ્યું હતું કે, 100 ધારાસભ્ય લાવો તો સમાજવાદી પાર્ટી તેમને સરકાર બનાવવામાં સમર્થન કરશે.
ઉત્તર પ્રદેશના રાજકારણમાં અત્યારે હોબાળો મચી ગયો છે. ભાજપની અંદર જ આંતરિક ડખો ચાલી રહ્યો હોવાની ચર્ચા થઈ રહી છે, ત્યારે આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના પૂર્વ CM અખિલેશ યાદવે પણ ભાજપ પર પ્રહાર કરવાનો મોકો નહોતો છોડ્યો. પૂર્વ CM અખિલેશ યાદવે ટ્વીટ કરીને લખ્યું હતુંકે, ભાજપની ખુરશીની લડાઈની ગરમીમાં ઉત્તર પ્રદેશમાં શાસન-પ્રશાસન પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. તોડફોડની રાજનીતિનું કામ જે ભાજપે બીજી પાર્ટીઓ સાથે કર્યું છે, તે જ કાણ હવે તેઓ પોતાની અંદર કરી રહી છે. એટલા માટે ભાજપ અંદરોઅંદરના ઝઘડાના દળદળમાં ધસી રહી છે. જનતા વિશે વિચારનારું ભાજપમાં કોઈ નથી.
मानसून ऑफ़र: सौ लाओ, सरकार बनाओ!
— Akhilesh Yadav (@yadavakhilesh) July 18, 2024
ઉત્તર પ્રદેશમાં બદલાયું રાજકીય વાતાવરણ, BJPમાં આંતરિક કલહ માત્ર અટકળ કે સત્ય?
भाजपा की कुर्सी की लड़ाई की गर्मी में, उप्र में शासन-प्रशासन ठंडे बस्ते में चला गया है।
— Akhilesh Yadav (@yadavakhilesh) July 17, 2024
तोड़फोड़ की राजनीति का जो काम भाजपा दूसरे दलों में करती थी, अब वही काम वो अपने दल के अंदर कर रही है, इसीलिए भाजपा अंदरूनी झगड़ों के दलदल में धंसती जा रही है।
जनता के बारे में सोचनेवाला…
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં BJPની જીત પછી અનેક પ્રકારની અટકળો હવામાં વહેતી થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર BJP સરકારમાં આંતરિક રીતે બધું બરાબર નથી ચાલી રહ્યું. લોકસભા ચૂંટણીમાં હાર પછી CM યોગી આદિત્યનાથની કાર્યશૈલી પર અનેક સવાલો ઉભા થયા છે. આ સવાલો બીજે ક્યાંયથી નહીં પરંતુ BJP સરકાર અને સંગઠનની અંદરથી જ ઉઠી રહ્યા છે. BJP પ્રદેશ કાર્ય સમિતિની બેઠક દરમિયાન અસંતોષનો પ્રથમ અવાજ સામે આવ્યો હતો. જેમાં સરકાર અને સંગઠન વચ્ચે સંકલનના અભાવ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp