કોણ છે કર્પૂરી ઠાકુર જેમને ભારત સરકાર ભારત રત્ન આપવાની છે, અખિલેશે ઉઠાવ્યો સવાલ

PC: twitter.com/yadavakhilesh

કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી નેતા કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારતરત્ન આપવાની જાહેરાત કરી છે. આ સંબંધમાં રાષ્ટ્રપતિ ભવન તરફથી નિવેદન જાહેર કરીને આ જાણકારી આપવામાં આવી છે. કર્પૂરી ઠાકુરની બુધવારે થનારી 100મી જન્મ જયંતી અગાઉ તેમને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. જનનાયક કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવા પર સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમમંત્રી અખિલેશ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે. અખિલેશ યાદવે કહ્યું કે, આ સામાજિક ન્યાયના આંદોલનની જીત છે.

અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું 'જનનાયક કર્પૂરી ઠાકુરજીને મરણોપરાંત જાહેર ભારતરત્ન હકીકતમાં સામાજિક ન્યાયના આંદોલનની જીત છે. જે દર્શાવે છે કે સામાજિક ન્યાય અને અનામતના પરંપરાગત વિરોધીઓને પણ મન મારીને હવે PDAના 90 ટકા લોકોની એજૂથતા આગળ ઝૂકવું પડી રહ્યું છે. PDAની એકતા ફળીભૂત થઈ રહી છે.'

તો સમાજવાદી પાર્ટીના નેતા સ્વામીપ્રાસદ મૌર્યએ X પર લખ્યું કે, 'જનનાયક કર્પૂરી ઠાકુરજીને જન્મ શતાબ્દીના અવસર પર મરણોપરાંત ભારતરત્ન આપવાની જાહેરાત, સામાજિક ન્યાયની જીત છે તેમજ કર્પૂરી ઠાકુરજીના વિરાટ વ્યક્તિત્વને અનુરૂપી પણ. સાથે સાથે આ સન્માન દેશના ગરીબો, આદિવાસીઓ, દલિતો, પછાત અને મહિલાઓને સન્માન અપાવવા, ગેર બરાબરી સમાપ્ત કરીને ક્ષમતા મૂલક સમાજ બનાવવા, જાત-પાત, અસ્પૃશ્યતા, ઊંચ-નીચ સમાપ્ત કરવાના હેતુથી કરવામાં આવેલા કર્પૂરી ઠાકુરજીના પ્રયાસો અને સંઘર્ષોની પણ જીત છે, જેનું અમે સ્વાગત કરીએ છીએ.'  

એ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું કે, 'મને ખુશી છે કે ભારત સરકારે સામાજિક ન્યાયના પ્રતિક, મહાન જનનાયક કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે અને એ પણ એવા સમયમાં જ્યારે આપણે તેમની જન્મ શતાબ્દી મનાવી રહ્યા છીએ.'  

JDUએ કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માગ કરી હતી. આ જાહેરાત બાદ JDUએ મોદી સરકારનો આભાર માન્યો છે. કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુરે કહ્યું કે, અમને 36 વર્ષની તપસ્યાનું ફળ મળ્યું છે. હું પોતાના પરિવાર અને બિહારના 15 કરોડ લોકો તરફથી સરકારને ધન્યવાદ આપવા માગું છું. ઉલ્લેખનીય છે કે, 'જનનાયક'ના રૂપમાં પ્રખ્યાત સમાજવાદી નેતા કર્પૂરી ઠાકુર ડિસેમ્બર 1970 થી જૂન 1971 સુધી અને ડિસેમ્બર 1977 થી 1979 સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા. 17 ફેબ્રુઆરી 1988ના રોજ તેમનું નિધન થઈ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp