અલીગઢમાં હાથ સેનેટાઇઝ કરી દાગીના લૂંટનારા એન્કાઉન્ટર પછી પકડાયા

PC: tosshub.com

નોઇડા પોલીસે એક એન્કાઉન્ટર દરમિયાન ત્રણ બદમાશોની ધરપકડ કરી લીધી છે. આ ત્રણેય ગોળી લાગવાને લીધે ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ એજ બદમાશો છે જેમણે અલીગઢમાં એક જ્વેલરીની દુકાનમાં ઘૂસીને લૂટ મચાવી હતી અને લાખો રૂપિયાના દાગીના ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ત્રણેય આરોપીઓને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની પાસેથી લાખો રૂપિયાના દાગીના, ગેરકાદયેસર પિસ્તોલ અને બાઈક પ્રાપ્ત થઇ છે.

જો તમને યાદ હોય તો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં ત્રણ બદમાશો જ્વેલરી શોપમાં પ્રવેશ કરે છે અને દુકાનદાર ગ્રાહક સમજીને તેમને વારા ફરતી સેનેટાઈઝર આપે છે અને પછી ત્રણેય બદમાશો પિસ્તોલ કાઢી ત્યાં મોજૂદ દુકાનદાર અને ગ્રાહકો પર તાની દે છે. ત્યાંથી પછી દાગીના લૂટીને ફરાર થઇ જાય છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

11 સપ્ટેમ્બરના રોજ અલીગઢમાં આ ત્રણ આરોપીઓએ જ્વેલરી શોપમાં લૂટ મચાવી હતી. ઉત્તર પ્રદેશ પોલીસ આ ત્રણેયની ત્યારથી શોધી રહ્યા હતા. બુધવારના રોજ આ ત્રણેય ચોરી કરેલા દાગીના નોઇડામાં વેચવા ગયા હતા. ત્યારે જ પોલીસને તેમની સૂચના મળી. પોલીસે ઓખલા બેરાજ દિલ્હી બોર્ડર પર ચેકિંગ શરૂ કરી દીધી. ત્યારે જ ત્રણેય આરોપીઓ બાઈક પર જોવા મળ્યા.

જ્યારે પોલીસે તેમને રોકવાની કોશિશ કરી તો તેઓ ભાગવા લાગ્યા. પોલીસની એક ટીમે તેમનો પીછો કર્યો તો આરોપીઓએ તેમના પર ફાયરિંગ કરવાની શરૂ કરી દીધી. પોલીસે જવાબી કાર્યવાહી કરતા ફાયરિંગ શરૂ કરી જેમાં ત્રણેય બદમાશોના પગમાં ગોળી લાગી અને ત્રણેય ત્યાં જ પડી ગયા. પોલીસે ત્રણેયને પકડી લીધા. ત્રણેયની સારવાર જિલ્લા હોસ્પિટલમાં ચાલી રહી છે.

એડિશનલ સીપી લવ કુમારે જણાવ્યું કે, ચેકિંગ દરમિયાન આ ત્રણેય બદમાશોને રોકવાનો ઈશારો કર્યો પણ તેઓ ભાગવા લાગ્યા. પોલીસે પીછો કર્યો અને ગંદા નાલા જીઆઈપી ચોકીની પાસે તેમને ઘેરી લેવામાં આવ્યા. ત્રણેય બદમાશોએ પોતે ઘેરાતા જોઇ પોલીસ પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં ત્રણેયને ગોળી લાગી ગઇ. તેમની પાસેથી બાઈક, તમંચા, લૂટેલા દાગીના પ્રાપ્ત થયા છે. પોલીસ હવે તેમની ક્રાઈમ હિસ્ટ્રી ખંગોળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp