ગજબ: 1100 ક્વિન્ટલ ખાંડ ખાઈ ગયા વાનરો, ઉંદરોથી પણ ચઢિયાતા નીકળ્યા

PC: livescience.com

વાંદરા હવે ખાંડ ખાવા લાગ્યા છે. વાંદરાઓને કેળાં ખૂબ પસંદ છે, પરંતુ તેઓ હવે ખાંડ ખાવાનું પણ પસંદ કરે છે. કહેવાય છે કે ખાંડને કિડીઓ બરબાદ કરી દે છે. જો તમે ધ્યાનથી જોયું હોય તો ખબર પડશે કે કીડીઓ ખાંડને પોતાની ઉપર લઈને પોતાના રફડા તરફ જાય છે. પરંતુ ઉત્તર પ્રદેશના અલીગઢમાં વાંદરા ખાંડ લઈ ગયા. સુગરખોર વાંદરાઓની કરતૂક હેરાન કરનારી છે. અગાઉ બિહારમાં દારૂડિયા ઊંદરોની ઘટના સામે આવી હતી.

વર્ષ 2017માં બિહારથી સમાચાર સામે આવ્યા હતા કે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલો 9 લાખ લિટર દારૂ પી ગયા હતા. દારૂબંદી વચ્ચે આ ઘટનાએ ખૂબ લાઇમલાઇટ મેળવી હતી. ત્યારબાદ છાપરામાં દરભંગા-નવી દિલ્હી બિહાર સંપર્ક ક્રાંતિ ટ્રેનને ઉંદરોએ 20 મિનિટ સુધી રોકી દીધી હતી. તો ગયા વર્ષે સિવાનના નબીગંજ પેટા વિભાગના ખવાસપુર ગામમાં ગંડક નહેરની ડેમને ઉંદરો દ્વારા કોતરવાની ઘટના સામે આવી હતી. આ મામલાઓ વચ્ચે હવે અલીગંજના વાંદરાની ઘટના ચર્ચામાં આવી છે.

અલીગઢમાં વાંદરાઓ ખાંડ ખાવાની અનોખી ઘટના સામે આવી છે. વાંદરાઓ પર આરોપ છે કે સાથા ખાંડ ઉદ્યોગમાં 30 દિવસોની અંદર 35 લાખની ખાંડ ગાયબ કરી દીધી. 1100 ક્વિન્ટલથી વધુ ખાંડ છેતરપિંડીની ઘટના સામે આવી છે. ધ કિસાન સહકારી ચીની મિલ્સ લિમિટેડનો ઓડિટ રિપોર્ટ સામે આવ્યો છે. આ મામલે સંચાલક, લેખાધિકારી સહિત 6 લોકો દોષી સાબિત થયા છે. તેનો રિપોર્ટ કમિશનરને મોકલવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં ખાંડ વાંદરા ખાવા અને વરસાદમાં ખરાબ થવાની ઘટના સામે આવ્યા બાદ મોટા ખાંડ કૌભાંડની ચર્ચા શરૂ થઈ ગઈ છે.

સાથા ખાંડ ઉદ્યોગના ઓડિટ રિપોર્ટમ 1137 ક્વિન્ટલ ખાંડની ક્ષતિ પહોંચાડવાનો મામલો સામે આવ્યો છે. આ સંબંધમાં જિલ્લા શેરડી અધિકારી પાસે રિપોર્ટ માગવામાં આવ્યો છે. જિલ્લા લેખા પરીક્ષા અધિકારી, સહકરી સમિતિઓ અને પંચાયત લેખા પરીક્ષાએ ધ કિસાન સહકારી ચીની મિલ લિમિટેડનું ઓડિટ ગત દિવસોમાં કરાવવામાં આવ્યું હતું. એ હેઠળ સાથા ખાંડ ઉદ્યોગના 31 માર્ચ 2024 સુધી અંતિમ સ્ટોકનું ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ મુજબ 1 એપ્રિલથી ઓક્ટોબર 2023 સુધી ખાંડનો સ્ટોક ચેક કરવામાં આવ્યો. ત્યારબાદ ફેબ્રુઆરી 2024માં ખાંડનો સ્ટોક 1538.37 ક્વિન્ટલ હતો.

માર્ચ 2024માં આ સ્ટોક ઘટીને 401.37 ક્વિન્ટલ રહી ગયો. ઓડિટ રિપોર્ટ મુજબ 1137 ક્વિન્ટલ ખાંડ વાંદરા અને વરસાદના કારણે ખરાબ થઈ ગઈ. એટલું જ નહીં માર્ચ મહિનાનો બાકી દર્શિત સ્ટોક ફિઝિકલ વેરિફિકેશન માટે ન મળ્યો. આ સંબંધમાં સ્પષ્ટ જવાબ ઉત્તર ગોદામ કીપર તરફથી મળ્યો નથી. ઓડિટ રિપોર્ટમાં સંચાલક, લેખાધિકારી સહિત 6ને દોષી ઠેરવવામાં આવ્યા છે. અલીગઢમાં લગભગ 4,500 હેક્ટરમાં શેરડીની ખેતી થાય છે. સાથા ખાંડ ઉદ્યોગની સ્થાપના વર્ષ 1975માં કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp