હવે અલીના બદલે હરિ ના નામે ઓળખાશે યુપીનું આ પ્રખ્યાત શહેર

PC: indiatoday.com

જલદી જ અલીગઢને હવે હરિગઢના નામથી ઓળખવામાં આવશે. લગભગ 11 કલાક સુધી ચાલેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી બોર્ડ મીટિંગમાં અલીગઢનું નામ બદલવાને લઈને પ્રસ્તાવ પાસ થઈ ગયો. એ સિવાય જલકલ અને અમૃત યોજના હેઠળ રાજ્ય વિભાગ આયોગ પાસેથી ચૂકવણીના પ્રસ્તાવ પર પણ મેયરની ઉપસ્થિતિમાં મ્હોર લાગી ગઈ. જો કે, નગર પાલિકાના મૂળ બજેટ, જળમૂલ્ય અને સીવર ચાર્જ વધારવાનો પ્રસ્તાવ સદને પાસ ન કર્યો. હરિગઢનો પ્રસ્તાવ હવે શાસનને જશે. શાસન પાસે મંજૂરી મળ્યા બાદ અલીગઢનું નામ બદલી દેવામાં આવશે.

સોમવારે અલીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સૌથી લાંબા સમય સુધી બોર્ડ બેઠક ચાલી. છેલ્લા 5 વર્ષોમાં આટલી રાત સુધી કોઈ બોર્ડ બેઠક ચાલી નથી. બોર્ડ બેઠકમાં લંચ બાદ સાંજે 4:00 વાગ્યા બાદ પણ સવાલ-જવાબોનો સિલસિલો શરૂ થયો. આ દરમિયાન કાઉન્સિલર સંજય પંડિતના સૂચનથી અલીગઢને હરિગઢ બનાવવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. ઉપાસભ્યપતિએ સૂચન આપ્યું કે જે ફેક્ટ્રીઓમાં 10 થી 5 વ્યક્તિ કામ કરી રહ્યા હોય, જેમાં કોમર્શિયલનો ટેક્સ નહીં લેવામાં આવે, સદને આ પ્રસ્તાવને પણ પાસ કર્યો.

જલકલ વિભાગને હેન્ડપંપ રીબોર, નવા નળોના સંચાલન સહિત અન્ય પ્રસ્તાવોને સદને પાસ કરી દીધા. રાજ્ય નાણાકીય આયોગ પાસે જલકલ વિભાગને લગભગ 86 લાખ રૂપિયાની ચૂકવણીનો પ્રસ્તાવ રાખ્યો હતો. જાન્યુઆરી 2024થી માર્ચ સુધી હાઉસ ટેક્સમાં છૂટ નહીં મળે. આ પ્રસ્તાવ પણ પાસ કરી દેવામાં આવ્યો છે. જલમૂલ્ય, સીવરેજ સહિત ઘણા અન્ય પ્રસ્તાવોને આગામી બેઠકમાં રાખવામાં આવશે. કાઉન્સિલરોના મોટા ભાગના સૂચન પર અમલ કરવાનો અધિકારીઓએ આશ્વાસન આપ્યું.

પૂર્વ મેયર મો. ફુરકાનના કાર્યકાળમાં સવાલોના જવાબને લઈને કાઉન્સિલરોને આ પ્રકારના સંઘર્ષ કરવો પડ્યો નહોતો. સવાલોના જવાબ કાઉન્સિલરોને પહેલા મળી જતા હતા કે પછી જવાબથી સંતુષ્ટ રહેતા હતા. પૂર્વ મેયરના કાર્યકાળમાં વિશેષ અધિવેશનમાં જ બજેટ રાખવામાં આવ્યું હતું. અલીગઢના મેયર પ્રશાંત સિંઘલે જણાવ્યું કે, સદનમાં કાઉન્સિલરોએ મ્યુનિસિપાલ કોર્પોરેશનના અધિકારીઓને સવાલ કર્યો. મ્યુનિસિપાલ કોર્પોરેશનના અધિકારીઓએ સવાલોના જવાબ આપ્યા. જે સવાલના જવાબ ન મળ્યા, તેને અધિકારી પૂરા કરશે.

જે વિષયો પર કાઉન્સિલરોએ આપત્તિ દર્શાવી છે તેના પર કમિશનરે તપાસના નિર્દેશ આપ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી જવાબદારીથી નહીં બચી શકે. કાઉન્સિલરે જનતા વચ્ચે જવાનું હોય છે અને એ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જવાબદારી નિભાવવાની હોય છે. કોઈ પ્રકારે અનિયમિતતા અને ગરબડી સહન નહીં થાય. બજેટ, જળમૂલ્ય, સીવરેજને છોડીને શેષ પ્રસ્તાવ પાસ કરી દેવામાં આવ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર કમિશનર અમિત આસેરીએ જણાવ્યું કે, બોર્ડની પહેલી બેઠકમાં કાઉન્સિલરોએ સમસ્ત વિભાગોને લઈને સવાલ પૂછ્યા. જેનો અધિકારીઓએ જવાબ આપ્યો. જે બિંદુઓ પર જવાબ મળ્યા નથી, તેમને આપવામાં આવશે. તેમણે જે વિભાગો પર અનિયમિતતાઓ અને ગરબડીની વાત કરી છે તેમની તપાસ કરાવવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો હેઠળ જન સુવિધાઓ અને વિકાસને લઈને કામ કરી રહ્યા છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp