ગર્ભવતી મહિલાઓ ડૉક્ટરોને કહી રહી છે- રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે..

PC: twitter.com

અયોધ્યામાં રામ મંદિરણના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને જોર શોરથી તૈયારીઓ થઈ રહી છે, તેને લઈને ચારેય તરફ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ શુભ મુહૂર્તમાં થવાનો છે. તેને જોતા ઘણી ગર્ભવતી મહિલાઓ જેમની ડિલિવરી એ દિવસની આસપાસ થવાની છે. તેઓ ઈચ્છે છે કે એ દિવસે જ તેમના બાળકનો જન્મ થાય. ઘણી ગર્ભવતી મહિલાઓએ સરકારી હૉસ્પિટલના ડૉક્ટરો પાસે સિઝેરિયન સેક્શન પ્રસવ કરાવવાનો અનુરોધ કર્યો છે.

ગણેશ શંકર વિદ્યાર્થી મેમોરિયલ મેડિકલ કૉલેજમાં પ્રસૂતિ અને સ્ત્રી રોગ વિભાગના કાર્યવાહક પ્રભારી સીમા દ્વિવેદીએ કહ્યું કે, તેમને એક લેબર રૂમમાં 12 થી 14 સિઝેરિયન ડિલિવરી માટે લેખિત અનુરોધ પ્રાપ્ત થયા છે. તેમણે કહ્યું કે, 22 જાન્યુઆરીએ 35 સિઝેરિયન ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારના સભ્યોએ ડૉક્ટરોને અનુરોધ કર્યો છે કે ભલે તેમની ડિલિવરી 22 જાન્યુઆરીના થોડા દિવસ પહેલા કે પછી હોય, તેને શુભ દિવસ માનતા તેઓ એ દિવસે જ પોતાના બાળકને જન્મ આપવા માગે છે.

દ્વિવેદીએ કહ્યું કે, ગર્ભવતી મહિલાઓ પૂજારીઓ પાસે શુભ તારીખ અને સમયની જાણકારી મેળવે છે અને એ દિવસે ડિલિવરીનો અનુરોધ કરે છે. ડૉક્ટર દ્વિવેદીએ અલગ અલગ અનુભવ સંભળાવ્યા. જેમણે નિર્ધારિત સમય અને તારીખ પર જન્મ અપાવ્યો. કેમ કે માતાઓ અને પરિવારના સભ્યોએ પૂજારીઓ દ્વારા આપેલા મુહૂર્ત (શુભ સમય) પર પ્રસવ કરાવવા પર ભાર આપ્યો હતો.

ડૉક્ટરે કહ્યું કે, એ ચિંતાજનક છે કે ક્યારેક ક્યારેક પરિવારના સભ્ય અમારી પાસે એવી પણ આશા રાખે છે કે એમ કરવાથી માતા અને જન્મ લેનાર બાળક માટે ઉત્પન્ન થતી જટિલતા અમે નજરઅંદાજ કરી દઇશું.  માતાઓનું માનવું છે કે ભગવાન રામ વિરાટ, અખંડતા અને આજ્ઞાકારીતાના પ્રતિક છે. એટલે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જન્મ લેનારા બાળકોમાં પણ એ જ ગુણ હશે. કલ્યાણપુરની રહેવાસી 26 વર્ષીય માલતી દેવી જેની ડિલિવરીની તારીખ 17 જાન્યુઆરી છે, તે એ ગર્ભવતી મહિલાઓમાંથી એક છે જેણે કાનપુર હોસ્પિટલના ડૉક્ટરોને અનુરોધ કર્યો છે.

તેમણે કહ્યું કે, તે ઈચ્છે છે કે તેના બાળકનો જન્મ રામ મંદિરમાં રામલલાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે થાય. મને આશા છે કે મારું બાળક મોટું થઈને સફળતા અને ગૌરવ હાંસલ કરે. મનોવૈજ્ઞાનિક દિવ્યા ગુપ્તાએ જણાવ્યું કે, લોકોનું માનવું છે કે જો કોઈ બાળકનો જન્મ શુભ સમય પર થાય છે તો તેના બાળકના વ્યક્તિત્વ પર સકારાત્મક પ્રભાવ પડે છે. ક્યારેક ક્યારેક ધર્મ અને આધ્યાત્મિક વ્યક્તિને જીવનના તણાવોને પહોંચીવળવા અને સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાની તાકત આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp