શું છે ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત, જેના અધ્યક્ષે કર્યું છે CAAનું સ્વાગત

PC: ndtv.com

કેન્દ્ર સરકારે નાગરિકતા સંશોધન કાયદો (CAA) લાગૂ કરી દીધો છે. તેની સાથે જ દેશના ઘણા હિસ્સામાં તેની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ચૂક્યા છે. વર્ષ 2019-20માં CAA વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનોને જતા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઘણા શહેરોમાં સુરક્ષા અને સાવધાની વધારી દેવામાં આવી છે. આ દરમિયાન ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના અધ્યક્ષ મૌલાના શહાબુદ્દીન બરેલવીએ CAAનું સ્વાગત કર્યું છે અને તેને મોડેથી, પરંતુ એક સારો નિર્ણય કરાર આપ્યો છે.

એક વીડિયો સંદેશમાં મૌલાના શહાબુદ્દીન બરેલવીએ મુસ્લિમોને ન ડરવાની અપીલ કરી છે અને કહ્યું કે, આ કાયદાથી કોઈ મુસ્લિમની નાગરિકતા પર કોઈ અસર નહીં પડે. આ કાયદો ખૂબ પહેલા લાગૂ થઈ જવો જોઈતો હતો. શાહબુદ્દીન બરેલવીએ આ કાયદાની સુક્ષ્મતાને સમજાવતા કહ્યું કે, દેશમાં રહેતા મુસ્લિમોની નાગરિકતા પર કોઈ અસર નહીં પડે. જે લોકો ડરી રહ્યા છે કે જે લોકોને આ કાયદાને લઈને વહેમ છે, તેઓ બધા પાયાવિહોણા છે. આ કાયદાનું મુસ્લિમો સાથે કોઈ લેવું દેવું નથી.

તેમણે કહ્યું કે, પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવનારા નોન-મુસ્લિમોને નાગરિકતા પ્રદાન કરવાનો કોઈ કાયદો નહોતો, જેમને ધર્મના આધાર પર અત્યાચારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ એવા નોન-મુસ્લિમ શરણાર્થીઓને હવે નાગરિકતા મળી શકશે અને તેમને અત્યાચારથી મુક્તિ પણ મળી શકશે. આ કાયદો દેશના કોઈ પણ મુસ્લિમોની નાગરિકતા છીનવનારો નથી. ગત વર્ષોમાં જોવા મળ્યું કે, વિરોધ પ્રદર્શન થયા હતા, એવા વહેમના કારણે થયા હતા. કેટલાક રાજનીતિક લોકોએ મુસ્લિમો વચ્ચે વહેમ ઉત્પન્ન કરી દીધો હતો. ભારતના દરેક મુસ્લિમે CAAનું સ્વાગત કરવું જોઈએ.

શું છે ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત?

ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાત એક ગેર સરકારી ધાર્મિક સંગઠન છે, જે સુન્ની ઇસ્લામના બરેલવી આંદોલન સાથે જોડાયેલું છે. તેની સ્થાપના 17 સપ્ટેમ્બર 2022ના રોજ અહમદ રજા ખાન બરેલવીના 104માં ઉર્સ-એ-રજવીના અવસર પર બરેલીમાં કરવામાં આવી હતી. શાહબુદ્દીન રજવી બરેલવી તેના અધ્યક્ષ છે. સુન્ની-સૂફી બરેલવી વિચારના પ્રચારક અને મુસ્લિમ સ્કૉલર મૌલાના શહાબુદ્દીનને સપ્ટેમ્બર 2022માં ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

આ સંગઠન PFI પર ભારત સરકાર દ્વારા લગાવવામાં આવેલા બેનનું સમર્થન કરી ચૂક્યું છે. જમાતે PFIને એક કટ્ટરપંથી સંગઠન કરાર આપ્યો હતો. મૌલાના શહાબુદ્દીન બરેલવીએ ગયા વર્ષે એમ પણ કહ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ પોતાના ઉદ્દેશ્યથી ભટકી ચૂક્યું છે. મૌલાના શહાબુદ્દીન બરેલવી હિન્દુ મુસ્લિમ ભેદભાવ અને મુસ્લિમોને ડરાવનારી રાજનીતિનો વિરોધ પણ કરતા રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp