‘નિઃસંતાન મહિલાઓ પ્રેગનેન્ટ કરી 13 લાખ મેળવો’, બિહાર અનોખી જોબથી હલી ગઈ પોલીસ

PC: blogs.scientificamerican.com

બિહારના નવાદામાં એક ખૂબ જ હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહી પોલીસે એવા સાઇબર ગુનેગારોને પકડ્યા છે, જે લોકોને એવી ઓફર આપતા હતા કે તેમણે મહિલાઓને પ્રેગ્નેન્ટ કરવાની છે અને તેના બદલે તેમને લાખો રૂપિયા આપવામાં આવશે. આ સિન્ડિકેટની જાળ આખા દેશમાં ફેલાયેલી છે. પોલીસે 8 ગુનેગારોની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, નવાદા પોલીસે સાઇબર ગુનેગારો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે.

પોલીસે જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં છાપેમારી કરી છે. આ દરમિયાન ઘટનાસ્થળ પરથી 8 સાઇબર સ્કેમરોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 9 મોબાઈલ અને 1 પ્રિન્ટર મળ્યું છે. પોલીસનું કહેવું છે કે ધરપકડ કરવામાં આવેલા બધા આરોપી ઓલ ઈન્ડિયા પ્રેગ્નેન્ટ જોબ (બાળજ જન્મ સેવા) નામ પર પૈસાઓની લાલચ આપતા હતા અને લોકોને છેતરપિંડીનો શિકાર બનાવતા હતા.

પોલીસને આ બાબતે બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસે છાપેમારી કરી. ઓલ ઈન્ડિયા પ્રેગ્નેન્ટ જોબ (બાળજ જન્મ સેવા) નામનું આ ગ્રુપ લોકોને ફસાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યું હતું. સ્કેમરોએ પુરુષોને આ બાબતે બતાવીને ફસાવ્યા, ત્યારબાદ રજીસ્ટ્રેશનના નામ પર પૈસા વસૂલ્યા. સ્કેમરોએ પુરુષોને કહ્યું કે બેબી બર્થ સર્વિસમાં તમારે નિઃસંતાન મહિલાઓને પ્રેગ્નેન્ટ કરવી પડશે, તેના માટે તમને મોટી રકમ મળશે.

આ પ્રકારની વાતોમાં ફસાયા બાદ પુરુષો પાસેથી શરૂઆતમાં 799 રૂપિયા લેવામાં આવ્યા. ત્યારબાદ તેમની પાસે સિક્યોરિટી મની માગવામાં આવી. આ રકમ 5,000 થી 20,000 રૂપિયા વચ્ચે માગવામાં આવતી હતી. નવાદા પોલીસની SITએ મુન્ના કુમાર નામના વ્યક્તિને ત્યાં છાપેમારી કરી. પોલીસનું કહેવું છે કે, મુન્નો જ આખા સિન્ડિકેટનો માસ્ટરમાઈન્ડ છે. પોલીસે આ રેકેટના 8 લોકોની ધરપકડ કરી છે. તો ડઝનો આરોપી ઘટનાસ્થળ પરથી ભાગી નીકળ્યા.

આ બાબતે DSP કલ્યાણ આનંદે જણાવ્યું કે, આ સાઇબર સિન્ડિકેટ આખા દેશમાં ફેલાયેલું છે. ધરપકડ થયેલા લોકોના કબજામાંથી 9 સ્માર્ટફોન અને એક પ્રિન્ટર મળી આવ્યું છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. અન્ય આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. જલદી જ તેમની ધરપકડ કરી લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp