બીજા ધર્મમાં લગ્ન કરીને હાઇકોર્ટ પહોંચ્યા હતા 8 કપલ, HCએ ન માની આ ડિમાન્ડ

PC: medicaldialogues.in

અલ્લાહબાદ હાઇ કોર્ટે બીજા ધર્મમાં લગ્ન કરનારા 8 કપલની અરજીને ઉત્તર પ્રદેશ સરકારના કાયદાનો સંદર્ભ આપીને ફગાવી દીધી. આંતરધાર્મિક લગ્ન કરનારા આ કપલ સુરક્ષાની માગ કરવા માટે કોર્ટ પહોંચ્યા હતા. કોર્ટે આ 8 આંતરધાર્મિક કપલોની અરજીઓને એમ કહેતા ફગાવી દીધી કે તેમના લગ્ન ઉત્તર પ્રદેશના ધર્માંતરણ વિરોધી કાયદાનું અનુપાલન કરતા નથી. ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધર્મ પરિવર્તન નિષેધ અધિનિયમ (2021માં પાસ) ખોટી નિવેદનબાજી, બળ, છેતરપિંડી, અનુસચિત પ્રભાવ, બળજબરી અને પ્રલોભન દ્વારા ધાર્મિક રૂપાંતરણ પર રોક લગાવે છે.

આ કપલોએ અલગ અલગ અરજીઓના માધ્યમથી પોતાની સુરક્ષા અને વૈવાહિક જીવનમાં હસ્તક્ષેપ ન કરવા માટે હાઇ કોર્ટથી આદેશ આપવાની માગ કરી હતી. કોર્ટે 10 થી 16 જાન્યુઆરી વચ્ચે અલગ અલગ તારીખોમાં આ અરજીઓ ફગાવી દીધી. જસ્ટિસ સરલ શ્રીવાસ્તવે અરજીઓ ફગાવતા કહ્યું કે, આ આંતરધાર્મિક વિવાહ કાયદાકીય પ્રાવધાનોને અનુરૂપ નહોતા કેમ કે ધર્માંતરણ વિરોધી કાયદાનું પાલન કરવામાં આવ્યું નહોતું.

આ 8 કેસોમાં 5 મુસ્લિમ પુરુષો દ્વારા હિન્દુ મહિલાઓ સાથે લગ્ન કરવા અને 3 હિન્દુ પુરુષો દ્વારા મુસ્લિમ મહિલાઓ સાથે લગ્ન કરવા હતા. કોર્ટે પોતાના આદેશમાં અરજીકર્તાઓના ધર્મનો ઉલ્લેખ કર્યો છે. અરજીઓને ફગાવતા કોર્ટે કહ્યું કે, તથ્યને જોતા અરજીકર્તાઓની માગવામાં આવેલી રાહત નહીં આપી શકાય. પરિણામે, રીટ ફગાવવામાં આવે છે.' જો કે, કોર્ટે અરજીકર્તાઓને એ જરૂર રાહત આપવામાં આવે છે કે જો તેમણે ઉચિત પ્રક્રિયાનું પાલન કર્યા બાદ લગ્ન કર્યા છે તો તેઓ નવી રીટ દાખલ કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશ સહિત મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ રાજ્યો દ્વારા ધર્માંતરણ વિરોધી કાયદાની સંવૈધાનિક વૈદ્યતા આપનારી અરજીઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે જેના પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવવાનો બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp