પત્નીના નામે ખરીદેલી જમીન પારિવારિક સંપત્તિ માનવામાં આવશે, જો.. : હાઇ કોર્ટ

PC: financialexpress.com

પ્રોપર્ટીને લઈને અલ્લાહાબાદ હાઇ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, પત્નીના નામથી ખરીદવામાં આવેલી જમીન પારિવારિક સંપત્તિ માનવામાં આવશે. કોર્ટે કહ્યું કે, મોટા ભાગે પત્નીની પોતાની કોઈ સ્વતંત્ર આવક હોતી નથી, પરંતુ હિન્દુ પરિવારમાં ચલણ છે કે પતિ પોતાની પત્નીના નામે જમીન ખરીદે છે. મૃત પિતાએ ખરીદેલી પારિવારિક સંપત્તિમાં હિસ્સો આપવાની માગને લઈને દાખલ કરેલી પુત્રની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ અરુણ સિંહ દેશવાલની સિંગલ બેન્ચે કહ્યું કે, જ્યાં સુધી સિદ્વ ન કરી દેવામાં આવે કે સંપત્તિ પત્નીની આવકથી ખરીદવામાં આવી છે, તેને પારિવારિક સંપત્તિ માનવામાં આવશે.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સંપત્તિ તેના પિતા દ્વારા ખરીદવામાં આવી છે, એટલે તે પણ પોતાની માતા સાથે હિસ્સેદાર છે, જ્યારે અરજીકર્તાની માતાનું કહેવું હતું કે આ સંપત્તિ તેના પતિએ તેને ભેટમાં આપી છે. એટલે ભેટની સંપત્તિ પર માત્ર તેનો અધિકાર છે. ટ્રાયલ કોર્ટે પુત્ર દ્વારા સંપત્તિ ત્રીજાને આપવા પર રોક લગાવવાની માગનો અસ્વીકાર કર્યો હતો, જેને અરજીના માધ્યમથી હાઇ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે જોયું કે માતાની કોઈ આવક નથી. તો પ્રોપર્ટી પારિવારિક છે અને પુત્રનો હિસ્સો પણ બને છે.

પુત્ર દ્વારા મૃતક પિતાની સંપત્તિમાં હિસ્સેદાર જાહેર કરવાની માંગને લઈને દાખલ થયેલી અરજી પર આ આદેશ ન્યાયાધીશ અરુણ સિંહ દેશવાલે આપ્યો છે. કોર્ટે કહ્યું કે, સાક્ષી અધિનિયમની કલમ 114 હેઠળ કોર્ટ એમ માનીને ચાલે છે કે ગૃહિણી પત્ની, જેની કોઈ આવક નથી, તેના નામથી પતિએ સંપત્તિ ખરીદી હશે તો એ પરિવારની સંપત્તિ છે. જ્યાં સુધી એ સાબિત ન કરી દેવામાં આવે કે સંપત્તિ પત્નીની આવકથી ખરીદવામાં આવી છે, તેને પારિવારિક સંપત્તિ માનવામાં આવશે. અરજીકર્તા સૌરભ ગુપ્તાએ માગ કરી હતી કે તેને પોતાના પિતા દ્વારા ખરીદવામાં આવેલી સંપત્તિનો એક ચોતુસ્થાંશ ભાગનો ભાગીદાર બનાવવામાં આવે.

તેની દલીલ હતી કે સંપત્તિ તેના દિવંગત પિતા દ્વારા ખરીદવામાં આવી હતી, તે પોતાની માતા સાથે હિસ્સેદાર છે. સૌરભ ગુપ્તાએ સંપત્તિ કોઈ ત્રીજા પક્ષને હસ્તાંતરીત કરવા વિરુદ્ધ રોક લગાવવાની માગ કરતા એક અરજી દાખલ કરી હતી. અરજીકર્તાની અપીલ સ્વીકારતા કોર્ટે 15 ફેબ્રુઆરીએ આપેલા પોતાના નિર્ણયમાં કોર્ટે કહ્યું કે, એક હિન્દુ પતિ દ્વારા પોતાની ગૃહિણી પત્નીના નામે ખરીદવામાં આવેલી સંપત્તિ, પતિની વ્યક્તિગત આવકથી ખરીદવામાં આવેલી સંપત્તિ માનવામાં આવે છે કેમ કે પત્ની પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp