કોર્ટે કેમ કહ્યુ-લગ્નમાં મળેલી ગિફ્ટ્સની લિસ્ટ બનાવો, વર-વધુ તેના પર સાઇન પણ કરે

PC: hindustantimes.com

અલ્લાહાબાદ હાઇકોર્ટે કરિયાવર નિષેધ અધિનિયમ 1961ની કલમ 3(2) હેઠળ લગ્નના સમયે વર કે વધુને મળેલી ગિફ્ટની લિસ્ટ બનાવી રાખવાના મહત્ત્વને રેખાંકિત કર્યું છે. કોર્ટે કહ્યું કે, આ ઉપહારોની એક લિસ્ટ જરૂર બનાવવી જોઈએ અને તેના પર રીત સરના વર અને વધુના હસ્તાક્ષર પણ હોવા જોઈએ. કોર્ટનું માનવું છે કે, તે કરિયાવરના ખોટા આરોપો અને પછીના વિવાદોને રોકવામાં મદદ કરશે. ન્યાયાધીશ વિક્રમ ડી. ચૌહાણે કહ્યું કે, આ લિસ્ટ બંને પક્ષ અને તેમના પરિવારના સભ્યો બાદમાં લગ્નમાં કરિયાવર લેવા કે આપવાના ખોટા આરોપ લગાવતા રોકવામાં મદદ કરશે.

તેની સાથે જ કોર્ટે આગામી સુનાવણી પર સરકારને એફિડેવિટ દાખલ કરવા કહ્યું છે, જેમાં તેણે જણાવવું પડશે કે કરિયાવર નિષેધ અધિનિયમના રૂલ 10 અંતર્ગત કોઈ નિયમ રાજ્ય સરકારએ બનાવ્યા છે કે નહીં? કરિયાવર નિષેધ અધિનિયમ 1961ની કલમ 3માં કરિયાવર આપવા કે લેવા પર ઓછામાં ઓછી 5 વર્ષની કેદ અને ઓછામાં ઓછા 50,000 રૂપિયા કે કરિયાવરની રકમ બરાબર રાશિ, જે પણ વધારે હોય, દંડનું પ્રાવધાન છે. કલમ 3ની પેટા કલમ (2)માં પ્રાવધાન છે કે લગ્નના સમયે વર કે વધુને જે પણ ઉપહાર આપવામાં આવે છે, જેની માગ કરી નથી તે કરિયાવર નથી. શરત સાથે કે જે કોઈ પણ વ્યક્તિ દ્વારા પ્રાપ્ત ઉપહારોની લિસ્ટ નિયમો મુજબ રાખવામાં આવે.

કરિયાવર નિષેધ (વર અને વધુને ઉપહારોની લિસ્ટની સંભાળ) નિયમ, 1985ની નિયમ 2 કલમ 3(2) હેઠળ ઉપહારોની લિસ્ટને બનાવી રાખવાની રીતને નિર્ધારિત કરે છે. કોર્ટે જાણ્યું કે, તેમની સામે કેસમાં કોઈ પણ પક્ષે કરિયાવરની માગનો આરોપ લગાવતા કરિયાવર નિષેધ અધિનિયમ અને 1985ના નિયમોની કલમ 3(2) હેઠળ કોઈ લિસ્ટ હાજર કરી નહોતી. કોર્ટે એ પણ જાણ્યું કે ભલે પક્ષકાર લિસ્ટની દેખરેખ ન કરી રહ્યા હોય, પરંતુ કોર્ટને એ ન જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા કલમ 3(2)ને કેવી રીતે લાગૂ કરવામાં આવી રહ્યો છે.

કોર્ટે કહ્યું કે, કરિયાવર નિષેધ અધિનિયમ 1961ની કલમ 3(2)ને તેના અક્ષરશઃ લાગૂ કરવાની આવશ્યકતા છે જેથી નાગરિકોને તુચ્છ કેસને વિષય ન બનાવવો પડે. કલમ 8(B) હેઠળ અધિનિયમના કાર્યાન્વયના ઉદ્દેશ્યથી કરિયાવર નિષેધ અધિકારીની નિમણૂકની જરૂરિયાત છે. કોર્ટે ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્ય સચિવ પાસે જવાબ માગ્યો કે રાજ્યમાં કેટલા કરિયાવર નિષેધ અધિકારી નિમણૂક કરવામાં આવ્યા છે અને જો તેમની નિમણૂક કરવામાં આવી નથી તો બતાવો કે કરિયાવરના કેસ વધી રહ્યા છે તો તેમની નિમણૂક કેમ કરવામાં આવી નથી.

કોર્ટે તેના પર રાજ્ય પાસે જવાબ માગ્યો છે કે શું મેરેજ રજીસ્ટ્રેશનના સમયે કરિયાવર નિષેધ (વર અને વધુને ઉપહારોની લિસ્ટની દેખરેખ) નિયમ, 1985 મુજબ આવશ્યક ઉપહારોની લિસ્ટ અધિકારીઓ દ્વારા લેવામાં આવી રહી છે અને સાચવી રાખવામાં આવી રહી છે, જેથી પછી લગ્નમાં આપવામાં આવેલી ગિફ્ટને કરિયાવરના રૂપમાં નામિત કરવાના સંબંધમાં લગ્નના પક્ષો વચ્ચે વિવાદ થાય તો તેને વેરિફાઈ કરી શકે. કેસની આગામી સુનાવણી 23 મેના રોજ નક્કી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp