કર્ણાટક રાજનીતિ અંગે બોલ્યા ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા

PC: amarujala.com

કર્ણાટકમાં ભાજપે સરકાર બનાવ્યા બાદ દેશમાં ચારેય બાજુએ તેનો કોંગ્રેસના નેતાઓએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે. ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે 'કર્ણાટકની જનતાએ સૌથી વધુ વોટ કોંગ્રેસને આપ્યા છે. ભારતીય જનતા પાર્ટી કરતા 2% વધારે વોટ કોંગ્રેસ પાર્ટીને મળ્યા છે. કોંગ્રેસ અને JDSનું સાથે મળીને વોટનું અંક ગણિત જોઈએ તો બહુમતી કરતા વધારે ધારાસભ્યો કોંગ્રેસ અને JDSને મળ્યા છે. તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ બંધારણને અવગણીને લોકશાહીની હત્યા કરીને આ વિજય મેળવ્યો છે'.

આ સાથે તેમણે રાજ્યપાલને નિશાન બનાવતા કહ્યું હતું કે 'આપણને ગર્વ હોય કે રાજ્યપાલ ગુજરાતી છે, એ ગુજરાત કે જે ગાંધીના સત્ય પર ચાલે છે અને સમગ્ર દેશને ગુજરાતીઓ પર ગર્વ છે એવા જ ગુજરાતી રાજ્યપાલે કોંગ્રેસ અને JDSને આમંત્રણ ન આપીને લોકશાહીની હત્યા કરી છે. તેમણે જણાવ્યું હતું કે આ અન્યાયનો વિરોધ કરવા માટે કોંગ્રેસ પાર્ટી જનતાની વચ્ચે જરૂર આવશે'.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp