પ્રવાસીઓ જંગલમાં ફરતા હતા ત્યાં વાઘ અને હરણ ઘસી આવ્યા પછી વીડિયોમાં જુઓ શું થયું

PC: ndtv.com

વર્ષાંતે ફરવા માટે ગયેલા લોકોને અનેક સારા-નરસા અનુભવ થયા હશે. પણ મધ્ય પ્રદેશના સિવની જિલ્લાના પેંચ ટાઈગર રિઝર્વમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જે ખૂબ રોમાંચક છે. આ વીડિયોમાં બે વાધ એક હરણનો પીછો કરી રહ્યા છે. જાણે કોઈ ડિસ્કવરી ચેનલનું લાઈવ દ્રષ્ય નજર સામે હોય એવો માહોલ અહીં જોવા મળ્યો છે. આ સમગ્ર ઘટનાને પ્રવાસીઓએ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી છે. અચાનક હરણની પાછળ દોડી આવેલા વાઘને જોઈને પ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. થોડી જ ક્ષણોમાં હરણ ઝાડીઓના સહારે ગાયબ થઈ ગયું હતું.

 

હરણની પાછળ દોડતા વાધને આ રીતે નિહાળવો પ્રવાસીઓ માટે એક રોમાંચક ક્ષણ બની રહી છે. પુરપાટ વેગે દોડતા બે વાધ વચ્ચે જીવ બચાવવા માટે નાસતા હરણનો શિકાર થયો કે નહીં એ તો પ્રવાસીઓને ખ્યાલ નથી પણ ગતણરીની સેકંડ માટે એમનો રોમાંચ સાતમા આસમાને રહ્યો હશે. એવું પણ જાણવા મળ્યું હતું કે, વાઘે શિકાર માટે છલાંગ લગાવી હતી. પણ પછી કંઈ થયું નથી. જંગલમાં આવું દ્રષ્ય જોઈને પ્રવાસીઓનો ઉત્સાહ વધી ગયો છે.

 

કડકડતી ઠંડી અને ખુશનુમાં પ્રકૃતિ વચ્ચે જંગલનો લ્હાવો પણ માણવા લાયક હોય છે. થોડા વખત પહેલા રણથંભોરમાંથી એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં 19 સેકંડની એક ક્લિપમાં વાધ પુરપાટ વેગે પ્રવાસીઓની જીપ પાછળ દોડી રહ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા પર આશરે 14000 વખત જોવામાં આવ્યો છે. જેના પર જુદા જુદા લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp