ખરાબ રસ્તાના કારણે એમ્બ્યુલન્સે હૉસ્પિટલ જવાનો ઇનકાર કરતા મહિલાનું નિધન

PC: twitter.com

પશ્ચિમ બંગાળના એક ગામમાં બીમાર મહિલાને ખરાબ રોડના કારણે એમ્બ્યુલન્સ અને બીજા વાહનોએ હૉસ્પિટલ લઈ જવાની ના પાડી દીધી. ત્યારબાદ તેના પરિવારજનોએ તેને ખાટલા પર સૂવાડીને પોતે જ હૉસ્પિટલ લઈ જવાનો નિર્ણય લીધો, પરંતુ મહિલાનું રસ્તામાં જ મોત થઈ ગયું. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી. આ ઘટના શુક્રવારે એ સમયે થઈ, જ્યારે ઘણા દિવસોથી બીમાર મામુની રોયને તેના પરિવારના લોકો તેના ગામ માલદંગાથી લગભગ સાડા 4 કિલોમીટર દૂર મોદીપુકુર ગ્રામીણ હૉસ્પિટલમાં ખાટલા પર લઈ જઈ રહ્યા હતા. આ હૉસ્પિટલ બામનગોલા વિસ્તારમાં છે.

મૃતક મહિલાના પતિ કાર્તિક રોયે દાવો કર્યો કે, રોડની ખરાબ સ્થિતિના કારણે તેની પત્નીને ખાટલા પર હૉસ્પિટલ લઈ જવી પડી કેમ કે કોઈ પણ એમ્બ્યુલન્સ અને સ્થાનિક વાહન ચાલક તેને લઈ જવા માટે તૈયાર નહોતા. અમે તેને ખાટલા પર હૉસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. BDO રાજૂ કુંદુએ કહ્યું કે, મહિલા ઘણા દિવસોથી બીમાર હતી અને હૉસ્પિટલ લઈ જવા દરમિયાન તેનું મોત થઈ ગયું. રસ્તો લાંબા સમયથી કાચો છે.

અધિકારીએ જણાવ્યું કે, 6-7 મહિના અગાઉ અમે તેનું સમારકામ કર્યું હતું અને તેના પર તારકોલથી રોડ બનાવવાની યોજના છે. અમે ઉચ્ચ અધિકારીઓને પ્રસ્તાવ મોકલ્યો છે અને મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. આ મામલાને લઈને રાજ્યની રાજનીતિ ગરમાઈ ગઈ છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકાર નિશાના પર છે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક સ્થાનિક નેતાએ આરોપ લગાવ્યો કે, રોડની સ્થિતિમાં સુધાર કરવાને લઈને પ્રશાસન નિષ્ફળ રહ્યું છે. તો તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ કહ્યું કે, આ ઘટનામાં તપાસની જરૂરિયાત છે અને આ ઘટનાથી એ સાબિત થતું નથી કે ક્ષેત્રમાં કોઈ વિકાસ થયો નથી.

ઓક્ટોબર 2023માં પણ એક માર્મિક તસવીર ખૂબ વાયરલ થઈ હતી. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી માણસાઇને શરમસાર કરનારી ઘટના સામે આવી હતી. અંતિમ સંસ્કાર માટે પરિવાર પાસે પૈસા નહોતા. મહિલાના શબને પિતા અને પતિએ ખભા પર લટકાવીને સ્મશાન ઘાટ સુધી લઈ જવું પડ્યું હતું. બંનેએ વાંસમાં ચાદર બાંધી અને તેમાં શબ રાખીને અંતિમ સંસ્કાર માટે સ્મશાન તરફ ચાલી નીકળ્યા. શબને આ રીતે ગાંસડીમાં બાંધીને લઈ જવાની તસવીર સામે આવતા જ સરકાર, પ્રશાસન અને પોલીસમાં અફરાતફરી મચી ગઈ હતી. જાણકારી મળતા જ સ્થાનિક ઝૂંસી પોલીસ સ્ટેશનની પોલીસ પીડિત પરિવારની મદદ માટે આવી. સ્મશાન ઘાટ સુધી લઈ જવા માટે સાધન ઉપલબ્ધ કરાવ્યું. મહિલાનું મોત પણ બીમારીના કારણે થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp