PUBG રમતા થઇ મિત્રતા, ઇટાવાના છોકરાને મળવા આવી અમેરિકન છોકરી, રોડવેઝ બસમાં...

PC: amarujala.com

PUBG ગેમ રમતી વખત અમેરિકન છોકરીની મિત્રતા ઇટાવાના રહેવાસી યુવક સાથે થઈ ગઈ. ત્યારબાદ એ છોકરાને મળવા ઇટાવા પહોંચી ગઈ. ત્યાંથી તે રોડવેઝ બસથી દિલ્હી જઇ રહી હતી, ત્યારે જ શિકોહાબાદ પોલીસે છોકરીને બસમાંથી ઉતારી અને પૂછપરછ કરી. પૂછપરછ બાદ છોકરીને દિલ્હી મહિલા પોલીસ સાથે મોકલી દેવામાં આવી. PUBG રમવા દરમિયાન ઇટાવાના રહેવાસી હિમાંશુ નામના છોકરા સાથે અમેરિકન છોકરીની મિત્રતા થઈ ગઈ. ત્યારબાદ છોકરી ટૂરિસ્ટ વિઝા પર પહેલા ચંડીગઢ પહોંચી, જ્યાંથી તે ઇટાવા ગઈ.

અમેરિકાના ફ્લોરિડા હોલમેજ ક્રીક રોડ ગ્રેસવિલેની રહેવાસી બ્રુકલીન કાર્નલે નામની છોકરી PUBG રમવાની શોખીન હતી. PUBG ગેમ રમવા દરમિયાન તેની મુલાકાત ચંડીગઢના રહેવાસી યુવી વાંગો નામના યુવક સાથે થઈ. યુવી વાંગો બેંગ્લોરમાં જોબ કરે છે. અમેરિકન છોકરી બ્રુકલીન ટૂરિસ્ટ બિઝ પર ભારત આવી ગઈ અને 3 મહિના સુધી ચંડીગઢમાં યુવી વાંગોના ફ્લેટમાં રહી. આ દરમિયાન ફરી PUBG રમવા દરમિયાન બ્રુકલીનની મુલાકાત ઇટાવાના રહેવાસી હિમાંશુ નામના યુવક સાથે ફરીદાબાદમાં થઈ.

પછી તે હિમાંશુ સાથે ઇટાવા આવી ગઈ. ઘણા દિવસ ઇટાવા રહ્યા બાદ બ્રુકલીન ઉત્તર પ્રદેશ રોડવેઝની બસ નંબર UP78 HT 3323થી દિલ્હી જઇ રહી હતી. આ દરમિયાન શિકોહાબાદમાં એક મુસફરને અમેરિકન છોકરી અને ભારતીય છોકરા વચ્ચે વાતચીતને લઈને કંઈક શંકા ગઈ તો તાત્કાલિક પોલીસને જાણકારી આપવામાં આવી. ફિરોઝાબાદના શિકોહાબાદ પોલીસ સ્ટેશનના ઇનચાર્જ અનિલ કુમારે જણાવ્યું કે, જાણકારી મળતા શિકોહાબાદ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. હિમાંશુ અને બ્રુકલીનની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી.

દસ્તાવેજોની તપાસમાં જાણવા મળ્યું કે, છોકરી અમેરિકાથી ટૂરિસ્ટ વિઝા પર ભારત ફરવા આવી. હાલમાં પોલીસ મહિલા પોલીસ સાથે તેને દિલ્હી મોકલી આપી છે. શિકોહાબાદ પોલીસ સ્ટેશનના અધ્યક્ષ અનિલ કુમારે જણાવ્યું કે, છોકરી હિન્દી બિલકુલ જાણતી નહોતી. તેનો વાતચીત કરવાનો અંદાજ પણ અમેરિકન હતો. તો હીમાંશુની ઇંગ્લિશ નબળી હતી એટલે બંને ગૂગલ ટ્રાન્સલેટરના માધ્યમથી પરસ્પર વાતચીત કરતા હતા. મોડી રાત સુધી ઇન્ટેલિજેન્સ અને LIUએ પણ છોકરાની પૂછપરછ કરી. હીમાંશુને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો છે. અમેરિકન છોકરીને દિલ્હી મહિલા પોલીસ સાથે મોકલી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp