અડવાણીજીએ ભારતીય રાજકારણમાં પ્રમાણિકતાના માપદંડો નક્કી કર્યાઃ અમિત શાહ

PC: PIB

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દેશના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ PM લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાત પર ખુશી વ્યક્ત કરી છે.

X પર એક પોસ્ટમાં અમિત શાહે કહ્યું, અડવાણીજી તેમના સમગ્ર જીવન દરમિયાન નિઃસ્વાર્થ ભાવે દેશ અને તેમના દેશવાસીઓની સેવા કરવા માટે સમર્પિત રહ્યા છે. દેશના નાયબ PM જેવી વિવિધ બંધારણીય જવાબદારીઓ નિભાવતી વખતે તેમણે પોતાના મજબૂત નેતૃત્વથી દેશની સુરક્ષા, એકતા અને અખંડિતતા માટે અભૂતપૂર્વ કાર્ય કર્યું હતું.

અમિત શાહે લખ્યું હતું કે, અડવાણીજીને એવા રાજકારણી તરીકે ઓળખવામાં આવે છે જેમણે ભારતીય રાજકારણમાં પ્રમાણિકતાના માપદંડો નક્કી કર્યા. તેમના લાંબા જાહેર જીવનમાં, તેમણે દેશ, સંસ્કૃતિ અને લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ માટે અથાક લડત આપી. પક્ષ અને વિચારધારા પ્રત્યેના તેમના અમૂલ્ય યોગદાનને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. PM નરેન્દ્ર મોદી દ્વારા તેમને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાનો નિર્ણય પણ કરોડો દેશવાસીઓ માટે પણ સન્માન સમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp